તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એક જીવનો કટુ સંબંધ ભવ બગાડે છેઃ પંન્યાસ રાજરક્ષિત વિજય મહારાજ

એક જીવનો કટુ સંબંધ ભવ બગાડે છેઃ પંન્યાસ રાજરક્ષિત વિજય મહારાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસારઅનંત છે. તેમાં માનવીની કર્મો પ્રમાણે સારી કે નરસી આવનજાવન ચાલ્યા કરે છે. પરમાત્માએ તેને જડ અને ચેતન એમ બે ભાગમાં વહેંચ્યો છે. તેના મૂળમાં ધિક્કાર અને પ્રેમ છે. જીવનમાં એક જીવનો ધિક્કાર પણ તમારો ભવ બગાડે છે. પંન્યાસ રાજરક્ષિતવિજયે શબ્દો મરોલી સંઘમાં કહ્યાં હતા.

આચાર્ય હંસકિર્તીસૂરિ મહારાજે સાધુ-ભગવંતો સાથે મરોલી સંઘમાં વિહાર કરી રહ્યાં છે. પ્રસંગે તેમણે શ્રાવકોને આસ્થાને મજબૂત કરવાનો બોધ આપ્યો હતો. તેમણે કહ્યું કે અનંત સંસારમાં કર્મને સુધારશો તો મુક્તિ પામી શકશો. આથી શાસ્ત્રો પણ કહે છે કે કર ભલા તો હો ભલા. સારૂ કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. માટે જીવનમાં ધર્મનું અને પુણ્યનું મહત્વ છે.

પંન્યાસ રાજરક્ષિતવિજયે કહ્યું કે વેરનું સર્જન કરનાર વિકરાળ બને છે. એક જીવ સાથે પણ તમે કટુતા રાખશો તો આધ્યાત્મિક પ્રગતિમાં રૂકાવટ આવશે. મિત્રો બધાને બનાવો, પરંતુ દુશ્મન એકપણ હોવો જોઈએ. તેને કહેવાય અજાતશત્રુ. અરિહંત ભગવંતો અજાતશત્રુ હતા. તેમણે શત્રુ પ્રત્યે પણ પ્રેમ રાખ્યો છે. આજ તેમનો બોધ છે. સાડા બાર વર્ષના તપ દરમિયાન ચંડકૌશિકથી લઇને અનેક શત્રૂઓએ પરાસ્ત કરવા પ્રયત્ન કર્યા હતાં. છતાં તેમણે આરાધના પુરી કરી. આજે તમામ સંઘ નવસારી ખાતે પહોંચશે.

મરોલી સંઘમાં આચાર્ય હંસકીર્તિસૂરિ સાથે ભગવંતોનો વિહાર, વેર શમાવવા બોધ આપ્યો

અન્ય સમાચારો પણ છે...