તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ત્રીજી ડિસેમ્બરે હાર્દિક પટેલની સુરતમાં સભા, રોડ શો કરશે

ત્રીજી ડિસેમ્બરે હાર્દિક પટેલની સુરતમાં સભા, રોડ શો કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસ્તાર અને સમય નક્કી કરવાનું બાકી

છેલ્લાઘણા લાંબા સમય પછી પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનો સુરતમાં જાહેર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. છેલ્લે પાંચ-છ મહિના પૂર્વે કતારગામમાં એકતા યજ્ઞનું આયોજન કરાયું હતું.તેમાં હાજર રહ્યા બાદ હવે જાહેરસભા અને રોડ શોમાં જોવા મળશે.

પાટીદાર અનામત આંદોલનના કેન્દ્રબિંદુ તરીકે રહેલા સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગતિવિધિ ભૂગર્ભમાં ચાલતી હતી. હવે જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તા. 3-12-17ના રોજ હાર્દિક પટેલ સુરતમાં જાહેરસભા પણ સંબોધશે અને રોડ શોમાં પણ હાજરી આપશે. અંગે સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે હાર્દિક પટેલનો તા. ત્રીજીનો કાર્યક્રમ સુરતનો કન્ફર્મ થયો છે. હવે કયા સમયે અને કયા વિસ્તારમાં રોડ શો તેમજ જાહેરસભાનું આયોજન કરવુંω મુદ્દે હાલ મનોમંથન ચાલી રહ્યું છે. એકાદ દિવસમાં સ્થળ અને સમય નક્કી થઈ જશે. પાટીદારોના મત પોત પોતાના તરફ ખેંચવા માટે ખેંચતાણ ચાલી રહી છે તેવા સમયે મતદાનના અઠવાડિયા પૂર્વે હાર્દિક પટેલના સુરતના કાર્યક્રમથી કોને ફાયદો થશે, કોને નુકસાન, જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...