તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખાનગી શાળાઓમાં વાર્ષિક નિરીક્ષણ ડીઇઓએ અભરાઈએ ચઢાવી દીધું

ખાનગી શાળાઓમાં વાર્ષિક નિરીક્ષણ ડીઇઓએ અભરાઈએ ચઢાવી દીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકલ-દોકલ શાળામાં તપાસ કરી સંતોષ, 800 શાળામાં તપાસના નામે મીંડું

આરટીઇના નિયમોનું ઉલ્લંઘન, બાળકોની સુરક્ષા સહિતના ગંભીર પ્રશ્નો

શહેરનીઘણી ખાનગી શાળાઓમાં આરટીઇના નિયમોનું છડેચોક ઉલ્લંઘન, માન્યતા વગરની શાળા, લાયકાત વગરના શિક્ષકો, બાળકોની સુરક્ષા સહિતના વિવિધ ગંભીર પ્રશ્ન છે. પરંતુ શહેર-જિલ્લાની 800થી વધુ ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓ પૈકી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા માત્રને માત્ર એકલ દોકલ શાળામાં વાર્ષિક નિરીક્ષણ કરીને કામગીરીનો દેખાડો કરવામાં આવી રહ્યો હોવાનો સૂર ઉઠયો છે. ડીઇઓ કચેરી દ્વારા તમામ શાળાઓમાં દર વર્ષે વાર્ષિક નિરીક્ષણની કામગીરી કરવાની હોય છે. સુરત શહેર-જિલ્લા મળીને કુલ 800થી વધુ શાળાઓ આવેલી છે. જો કે ડીઇઓ કચેરી દ્વારા મોટાભાગની શાળાઓમાં વાર્ષિક નિરીક્ષણની કામગીરી કરવામાં આવતી હોવાની માહિતી સાંપડી છે. વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત શાળાઓમાં તમામ રેકર્ડ અને રજીસ્ટરો અપડેટ છે કે નહીં, વિવિધ ડેડ સ્ટોક રજીસ્ટરોની તપાસ, કર્મચારીઓની સર્વિસબૂક, વિદ્યાર્થી, શિક્ષકોની હાજરી પત્રક, શિક્ષકોની દૈનિક નોંધપોથી, આચાર્ય બુકની લોગબુક સહિતની માહિતીઓની તપાસ કરવાની હોય છે. એટલું નહીં શાળાની માન્યતા, વર્ગમાં મંજૂરી પ્રમાણે સંખ્યા, વર્ગ પ્રમાણે શિક્ષકો છે કે નહિં, જે તે વિષયોના શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે કે નહિં, ભૌતિક સુવિધા, વિદ્યાર્થીઓની સુરક્ષા, રમતગમતના સાધનો, શિક્ષકોની લાયકાત વગેરે બાબતોની પણ તપાસ કરવાની હોય છે. જો કે કામગીરી ડીઇઓ કચેરી દ્વારા થતી નથી.

શિક્ષણના નામે માત્ર ધંધો થાય છે

^શિક્ષણ વિભાગે ડીઇઓને શાળાઓમાં નિરીક્ષણ ની કામગીરી કરવા અંગે ઠરાવ કર્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ છતાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરની શાળાઓમાં નિરીક્ષણ થતું નથી. માત્રને માત્ર શિક્ષણના નામે ધંધો કરી રહ્યા છે. સ્ટાફ નહીં હોવાનું જણાવી ડીઇઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી.>દિપક પટેલ,આગેવાન,વાલીમંડળ

{ઇન્સપેક્શન 1: 7 શાળામાં નિરીક્ષણ કર્યું

માર્ચમહિનામાં અહીં આ‌વ્યા. 45 દિવસ ગાંધીનગર તાલીમમાં હતા. આજદિન સુધીમાં 7 શાળાઓમાં નિરીક્ષણ કર્યું છે. હવે ચૂંટણી આવી હોવાથી તેમાં વ્યસ્ત છીએ.

{ઇન્સપેક્શન 2: 15 શાળામાં નિરીક્ષણ કર્યું

અમનેસંકુલ વાઇઝ કામગીરી સોંપાઇ છે. એક ઇન્સપેક્ટરને 3 સંકુલ આપે છે. અત્યાર સુધીમાં 15 શાળામાં નિરીક્ષણ કર્યું છે

અન્ય સમાચારો પણ છે...