તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ મંગલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29નવેમ્બરે મંગળનો તુલા રાશિમાં પ્રવેશ વેપાર-ધંધા માટે સારો રહેશે. 17 જાન્યુઆરી સુધીના તુલા રાશિમાં મંગળના ભ્રમણ દરમિયાન શુક્ર સાથે પરિવર્તન યોગ પણ રચશે. જેના કારણે આંતરજ્ઞાતીય લગ્નોમાં ઉછાળો જોવા મળશે. સુરતના ટેક્સટાઇલ, હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે સમય સારો રહેશે.

29 નવેમ્બરે ગ્રહમંડળમાં ઉગ્રતા ધરાવતો ગ્રહ મંગળ તુલા રાશિમાં સવારે 5.23 કલાકે પ્રવેશ કરી રહ્યો છે. 17 જાન્યુઆરી સુધીના તેના ભ્રમણ દરમિયાન તેની અસરો સારી રહેશે. અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે મંગળના તુલા રાશિમાં પ્રવેશ સમયે ચિત્રા નક્ષત્રનું ત્રીજું ચરણ છે. નક્ષત્રનો સ્વામી સ્વયં મંગળ છે. તેની સાથે તુલા રાશિમાં રહેલા ગુરૂ સાથે તેની યુતિ થશે. જેના કારણે ગોચર ભ્રમણમાં લક્ષ્મીયોગ રચાશે. તુલા રાશિમાં તેના ભ્રમણ દરમિયાન મંગળ, ગુરૂ અને રાહુના નક્ષત્રમાં થોડી સારી અસરો જોવા મળશે. સમયે શુક્ર મંગળની વૃશ્ચિક રાશિમાં અને મંગળ શુક્રની તુલા રાશિમાં પરિવર્તન યોગ પણ રચે છે.

આથી વેપાર ધંધામાં ખાસ કરીને ટેક્સટાઇલ, હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેની સારી અસરો રહેશે. જો કે તુલા રાશિ વાયુતત્ત્વની રાશિ હોવાથી શિક્ષણના ક્ષેત્રમાં થોડો અજંપો જોવા મળશે. તેની સાથે જેમના જન્મનો અશુભ મંગળ હોય તેમણે સમય દરમિયાન દેવ સેનાપતિ કાર્તિકેયની વિશેષ ઉપાસના કરવી. ઉપરાંત ભગવાન વિષ્ણુના નૃસિંહ સ્વરૂપની ઉપાસના ભયમુક્ત કરનારી રહેશે. સમય દરમિયાન લક્ષ્મી પ્રાપ્તિ માટે મહાલક્ષ્મી ઉપાસના પણ સારી રહેશે.

મંગળનો તુલાના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ વેપાર વધારશે

રાશિ 29 નવેમ્બર - ઉગ્રતાનો ગ્રહ મંગળ તુલા રાશિમાં સવારે 5.23 કલાકે પ્રવેશ

મેષ7મો મંગળ આવેશ વધારે, પત્ની કે ભાગીદાર સાથે સાચવવું.

વૃષભ 6ઠ્ઠો મંગળ રોગ, બીમારીનો ઇલાજ, દેવું વધે, શત્રુ શાંત થાય.

મિથુન 5મો મંગળ ઉગ્ર વિચારો લાવે, આવેશમાં નિર્ણય લેવો.

કર્ક 4થો મંગળ માનસિક અશાંતિ, વડીલોનું સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ 3જો મંગળ શુભ, સ્નેહીઓનો સાથ મળે, વિદેશ પ્રવાસ સફળ

કન્યા 2જો મંગળ આર્થિક સમસ્યા વધારે, વાણીને કારણે તણાવ રહે.

તુલા લગ્નમાં મંગળ માનસિક વ્યગ્રતા,આવેશ-અકસ્માતથી બચવું.

વૃશ્ચિક 12મો મંગળ સ્વાસ્થ્ય કથળે, શારીરિક હાનિથી સાચવવું.

ધન 11મો મંગળ શુભ, અટકેલાં નાણાં મળે, આવકમાં વધારો

મકર 10મો મંગળ કાર્યક્ષેત્રે સંઘર્ષથી સફળતા, સામાજિક પ્રતિષ્ઠા.

કુંભ 9મો મંગળ કામકાજમાં અવરોધ, વિદેશ પ્રવાસ સફળ બનાવે.

મીન 8મો મંગળ અકસ્માતથી બચવું. ખોટા ખર્ચા કરવા નહીં.

અન્ય સમાચારો પણ છે...