તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે MBBSના વિદ્યાર્થીઓ તબીબી સંશોધન કરી શકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે એસટીએસ એટલે કે, શોર્ટ ટર્મ સ્ટુડન્ટશીપ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના વિષયમાં કઈ નવું સંશોધન કર્યું હોય, તો તેઓ યોજનામાં ભાગ લઈને પોતાના સંશોધન રજૂ કરી શકે છે.

યોજનામાં ભાગ લેવા માટે ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થીઓએ આઇસીએમઆરની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. જેમાં તેઓ જે બાબતે સંશોધન કરવાના છે. તે વિગતો સહિતની બાબતો ભરવાની રહેશે. બાદ એપ્લિકેશનની ચકાસણી કરીને જે વિદ્યાર્થીનું સંશોધન યોગ્ય જણાશે. તે વિદ્યાર્થીઓને હજારો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.

યોજનામાં ભાગ લેવા માટે નવી સિવિલ મેડિકલ કોલેજમાં વર્કશોપ રખાશે. જેને કારણે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ બાદ પીએચડી કરવા માટે સંશોધન ખૂબ મદદગાર થશે. બીજી તરફ વિદ્યાર્થીઓના સંશોધનનો લાભ સમાજને પણ મળશે.

સંશોધન માટે હજારો રૂપિયાની ગ્રાન્ટ મેળવી શકશે

નવી સિવિલ, સ્મીમેર, વલસાડ મેડિકલના વિદ્યાર્થીઓ આઇસીએમઆરની એસટીએસમાં ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...