તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇનલમાં જ્હાનવી પટેલ સામે 5-7થી પરાજિત થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તાજેતરમાંગોધરા ખાતે રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સુરતની નિષ્ઠા રનર્સ અપ બની હતી.

સ્પર્ધામાં નિષ્ઠા ત્રિવેદીએ 3-0 થી અમદાવાદની રીયા જૈનને તથા 3-0 થી પંક્તિ ગજ્જરને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઈનલમાં નિષ્ઠા ગાંધીનગરની જ્હાન્વી પટેલ સામે 5-7 થી પરાજિત થતા રનર્સ અપ બની હતી. સ્પર્ધામાં કરેલા દેખાવને આધારે નિષ્ઠાની પસંદગી ગુજરાતની ટીમમાં કરવામાં આવી છે. વધુમાં સુરત જિલ્લા કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા પણ અગાઉ યોજવામાં આવી હતી, જેમાં નિષ્ઠા ત્રિવેદી વિજેતા બની હતી.

અંડર-17 સ્ટેટ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં નિષ્ઠા ત્રિવેદી રનર અપ

અન્ય સમાચારો પણ છે...