તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઢોરડબ્બામાં પશુઓનાં મોત અંગે મનપાના એડિ. માર્કેટ સુપરિ.નો પત્ર લખી બચાવ

ઢોરડબ્બામાં પશુઓનાં મોત અંગે મનપાના એડિ. માર્કેટ સુપરિ.નો પત્ર લખી બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં પશુઓને ખિંચો-ખીચ ભરવાથી બિમાર, લાચાર કે નાના ઢોર-ઢાંખરાઓના મોત થતા હોવાના અને વેટરનરી ડોક્ટર, પુરતો લાઈટનો પ્રકાશ, ચારા સહિતની અસુવિધાઓના મામલે ‘ડીબી સ્ટાર’એ 5 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ ગૌરક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેઓએ સુરત મહાનગર પાલિકાના કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઢોરોનું સારી રીતે ધ્યાન અપાય અને તેના જવાબદારો સામે પગલાં લેવાય તેવી માગ કરી હતી. પરિણામે મનપા કમિશનર અને કલેક્ટરે સુચારું વ્યવસ્થા કરવા માટે કડક સૂચના આપી હતી. તેની સામે કાઉન્ટર જવાબ આપતા મનપાના એડિ.માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ પ્રફુલ્લ મહેતાએ ગૌરક્ષા દળ, સનાતન ફાઉન્ડેશન, અખિલ ભારતીય નવયુગ સંસ્થા તથા શ્રી ગૌ સેવા અને માનવ સેવા ટ્રસ્ટને પત્રો લખી બચાવ કરતો ખુલાસો કર્યો છે કે ગોતાલાવાડીના ઢોર ડબ્બામાં પશુઓને વાતાવરણની આડઅસર થાય તે માટે પુરતા પ્રમાણમાં શેડ બનાવવામાં આવ્યા છે.

બિમાર ઢોરોને સમયસર સારવાર મળી રહે તે માટે અનુભવ ધરાવતા પશુ તબબીબને અહીં ઉપલબ્ધ રખાવાય છે. અહીં જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો પણ છે. ઢોરોને પુરતા પ્રમાણમાં સુકુ ઘાસ અને સુમુલના દાણા અપાય છે. ઉપરાંત ત્રણેય સંસ્થાઓ દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં સુકુ ઘાસ, જુવાર, બાજરી, મક્કાઈ વગેરે ડબ્બામાં નાંખવામાં આવે છે.

સુચારું વ્યવસ્થા ઊભી કરવાના કલેક્ટર-કમિશનરના આદેશ સામે તમામ સંસ્થાઓને પત્ર લખી સબ સલામત હોવાનું ગાણું ગાયું

લખાયેલા પત્રની કોપી

અન્ય સમાચારો પણ છે...