તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભગવદ ગીતા કહે છે કર્મથી છુટાતું નથીઃ ડો. ઇન્દિરા શાહ

ભગવદ ગીતા કહે છે કર્મથી છુટાતું નથીઃ ડો. ઇન્દિરા શાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ ધર્મોનાં વિશ્વમાં અનેક પુસ્તકો છે, જેમાં કોઈને કોઈ સંદેશ છે. બધામાં એકમાત્ર પુસ્તક એવું છે જે લખાયું છે હિન્દુ ધર્મમાં પરંતુ તેમાં કોઈ ધર્મની વાત નથી. અખિલ હિંદ મહિલા પરિષદ 30 નવેમ્બરે આવી રહેલી શ્રીમદ ભગવદ ગીતા જંયતી નિમિત્તે તેના પર પ્રકાશ પાડતા ડો.ઇન્દિરા શાહે જણાવ્યું હતું કે ગીતા પુસ્તક નથી જીવન છે. જીવન કેવી રીતે જીવવું અને મૃત્યુને કેવી રીતે ઉત્સવ તરીકે મનાવવું તે શીખવતું એકમાત્ર પુસ્તક છે. તેમાં કોઈ ધર્મની વાત નથી, પરંતુ માનવીય સમસ્યાઓની વાત છે. માનવીએ કર્મ કેવી રીતે કરવું. કર્મ કરવા છતાં તકલીફોથી કેવી રીતે મુક્ત રહેવું. કર્મ પર પ્રેમ રાખી કરવાથી શું ફાયદો થાય. એના પર પ્રકાશ પાડ્યો છે. ધર્મ માત્ર પૈસા કમાવા માટે નથી, પરંતુ આત્માથી પરમાત્મા તરફ જવાનો માર્ગ છે ગીતામાં બતાવ્યું છે. કર્મમાં મનની દુર્બળતા અને તેમાંથી બહાર કેવી રીતે આવવું તે દર્શાવ્યું છે. ગીતા કર્મ પ્રત્યે સજાગ કરે છે. તે ગોપીઓનું હૃદય છે. ધર્મ અને રાજસત્તા વચ્ચે ધર્મને જાળવી રાખી કેવી રીતે સંતુલન સાધવું તે શીખવે છે. સાંપ્રદાયિકતાથી મુક્ત એકમાત્ર પુસ્તક છે જેનો જન્મદિન ઉજવાય છે.

અખિલ હિંદ મહિલા પરિષદ 30 નવેમ્બરે ગીતા જયંતી ઉજવશે

અન્ય સમાચારો પણ છે...