તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બોગસ માર્કશીટ રજૂ કરનારને 24 વર્ષે મેટ્રો કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

બોગસ માર્કશીટ રજૂ કરનારને 24 વર્ષે મેટ્રો કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના ખડોદરામાં રહેતા મનોજકુમાર ક્રિશ્ન બિહારી અગ્રવાલે 15 જૂન 1993માં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. જેમાં તેણે ધો.10 અને ધો.12 સાયન્સ પ્રવાહની માર્કશીટ રજૂ કરી હતી. કોલેજ સત્તાવાળાઓ દ્વારા માર્કશીટની ચકાસણી કરાતા ધો.12 સાયન્સની માર્કશીટમાં શંકા ગઇ હતી. આથી માર્કશીટની ચકાસણી કરાવતા તે માર્કશીટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

આથી કોલેજના આચાર્ય મુકુન્દચંદ શાહે આરોપી મનોજકુમાર સામે નવંરગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની 21 માર્ચ 1994માં ધરપકડ કરી હતી. અને તેની સામે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.બી.ઉપાધ્યાયે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ તપાસી આરોપી સામે કેસ પુરવાર કર્યો હતો. આરોપીને સજા કરવા માટે તેમણે દલીલ કરી હતી કે, આરોપીએ શિક્ષણ જેવી પવિત્ર સંસ્થા સાથે ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. પોતાની અસલ માર્કશીટમાં સુધારા વધારા કરી બોગસ માર્કશીટ તૈયાર કરી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીના કૃત્યથી હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે.

આરોપીને સજા કરવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ શિક્ષણ જેવી પવિત્ર સંસ્થા સાથે ગંભીર ગુનો કર્યો છે. પોતાની અસલ માર્કશીટમાં સુધારા વધારા કરી બોગસ માર્કશીટ તૈયાર કરી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના કૃત્યથી હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. આથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખ્ત સજા કરવી જોઇએ.

દાખલો બેસે તેવી સજાની માગણી હતી

એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા ગતકડુ

સુરતના મનોજકુમાર ક્રિશ્ન બિહારી અગ્રવાલે 1993માં એલડી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું

અન્ય સમાચારો પણ છે...