• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરવે બાદ 9 મહિને પણ નથી ‘જન્મી’ પાર્કિંગ પોલિસી

સરવે બાદ 9 મહિને પણ નથી ‘જન્મી’ પાર્કિંગ પોલિસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

4

3

2

1

1). કાપોદ્રાગાયત્રીસોસાયટી પાસે ભરાતા રવિવારી બજાર માં ચાલવાની પણ જગ્યા નથી. 2). રિંગરોડકાપડમાર્કેટમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બન્યો. 3). નાનપુરામક્કાઇપુલસર્કલ પર પીક અવર્સમાં કલાકો રાહ જોવી પડે છે 4). અમરોલીબજારમાંરિક્ષાઓની ભીડ રહે છે 5). દિલ્હીગેટ રાત્રેપણ સતત ટ્રાફિક.

ટ્રાફિક કમિટીની રચના કરાઇ પણ મિટિંગ માટે સમય નથી

શહેરમાંવધી રહેલી ટ્રાફિક સમસ્યા અને ભારે વાહનોને કારણે અકસ્માતો વધતા મેયરની અધ્યક્ષતામાં પોલીસના ટ્રાફિક વિભાગ, આરટીઓ સાથે મળીને એક ટ્રાફિક કમિટી બનાવી હતી. તેમાં દર મહિને રિવ્યુ બેઠક કરી ટ્રાફિક સમસ્યા નિવારવા શું કરી શકાય તે ચર્ચા કરી અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ બે વર્ષ ઉપરાંતથી મિટિંગ પણ મળી નથી.

તત્કાલીન કમિશનરે માર્જીન ખુલ્લા કરાવ્યા હતા પણ...

શહેરમાંમાર્જીનની જગ્યામાં બની ગયેલાં પતરાના શેડ સહિતના દબાણને દૂર કરવા તત્કાલીન કમિશનર મિલિન્દ તોરવણેએ કમર કસી હતી. તેમણે સાતેય ઝોનમાં પાર્કિંગ અને માર્જીનની જગ્યા કવર કરી ઠોકી દેવાયેલાં દબાણને દૂર કરવા વિશેષ ટીમની પણ રચના કરી હતી. જે તે વખતે જોરશોરથી કરાયેલી કામગીરી મિલિન્દ તોરવણેની બદલી થતાં ફરી બંધ કરી દેવાઈ હતી. વર્તમાન કમિશનર એમ. થેન્નારશન મામલે વિશેષ ટીમને બદલે વહીવટી વિભાગ પાસે અપેક્ષા લગાવી બેઠા છે જોકે દબાણ દૂર કરવાની કામગીરીની સાથે પાર્કિંગ સરવેના રિપોર્ટ બાદની કામગીરી પણ ટલ્લે ચઢાવી દેવામાં આવી છે.

શહેરમાં વાહનોની સંખ્યા વધી પણ પાર્કિંગની સુવિધા અપૂરતી રહી

દરવર્ષે શહેરમાં વાહનોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે જયારે શહેરના માર્ગો દર વર્ષે પહોળા થાય તેમ નથી અને તે હવે સંભવ પણ રહ્યું નથી આવા કપરા સંજોગોમાં સ્માર્ટ સિટીની તૈયારીમાં જોતરાયેલું તંત્ર નવનિર્મિત પ્રોજેક્ટમાં મંજુર પ્લાન મુજબના પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં પણ નિષ્ફળ રહ્યો છે. ત્યારે શહેરભરમાં પાર્કિંગની સમસ્યા ઊભી થતાં સતત વધેલી વાહનોની સંખ્યા સામે ઉપલબ્ધ પાર્કિંગ પણ અપૂરતા સાબિત થઈ રહ્યા છે. સ્થિતિ નજીકના વર્ષોમાં શહેરમાં મોટી સમસ્યાનું કારણ બની શકે છે તેમ છતાં પાલિકા કમિશનરે 9 મહિના પહેલાં કરેલાં આદેશની ધરાર અવગણના કરવામાં આવી રહી છે.

જ્યાં નજર કરો ત્યાં ટ્રાફિક ટ્રાફિક અને વાહનોનું પાર્કિંગ રોડ પર થઈ રહ્યું છે

{ તીવ્ર ઈચ્છાશક્તિના અભાવે શહેરના તમામ િવસ્તારોમાં પાર્કિંગ-માર્જીન કવર થવા સાથે ફૂટપાથ પર પણ દબાણો થઈ ગયા

{ પાર્કિંગને નડતરરૂપ તમામ દબાણો દૂર કરવા આદેશો અપાયા હતા પણ ઝોનલ અધિકારીઓ તેનું પાલન નથી કરાવતા

કાચબા ગતિ | મુખ્ય માર્ગો પર વકરતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવાની કવાયત મંદ

પાર્કિંગ-માર્જીનની જગ્યા કવર થતા લોકોએ ફૂટપાથને બદલે રોડ પર ચાલવાની ફરજ

શહેરના મુખ્ય માર્ગો ઉપર આવેલી મોટાભાગની ઈમારતો 10થી 15 વર્ષ જુની છે. મિલકતોમાં પાર્કિંગના ઠેંકાણા નથી ત્યાં માર્જીનની જગ્યા પણ પતરાના શેડથી કવર કરી લેવામાં આવી છે. મુખ્ય માર્ગો ઉપર શેડનું દબાણ એટલી હદે બહાર છે કે ફૂટપાથ પણ દેખાતા નથી, ના છુટકે રાહાદારીઓને સાહસ ખેડી રોડની વચ્ચે ચાલવાની ફરજ પડી છે. ત્યાં ફૂટપાથને લગોલગ કરાતાં આડેધડ પાર્કિંગથી મુખ્ય માર્ગો સાંકડા બની ગયા ગયા છે. સુરત મહાનગરપાલિકા છેલ્લા લાંબા સમયથી પાર્કિંગ પોલિસી ઉપર તૈયારી કરી રહી છે પણ અંગે હજુ કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતાં મુખ્ય માર્ગની સવારી શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને રાજમાર્ગ પર આડેધડ પાર્કિંગ અને ફૂટપાથ ઉપર કરાતાં દબાણના લીધે રાહદારીઓના ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ચૂંટણી પછી એક્શન પ્લાન નક્કી છે

મનિષ ડોક્ટર, ટાઉન પ્લાનર, મહાનગરપાલિકા

{ પાર્કિંગસરવેની કેમ જરૂર પડી?

-શહેરના ટ્રાફિકને સરળ બનાવવા માટે

{ રિપોર્ટશું મળ્યો અને પછી?

-ઝોન સ્તરે મુખ્ય માર્ગ પર કરાયેલાં સરવેમાં મોટાભાગની મિલકતોમાં દબાણ મળતાં તે દૂર કરવાનો આદેશ અપાયો હતો.

{ અમલકેમ થયો નથી?

-મુદ્દો ચર્ચામાં હતો, ચૂંટણી પછી એક્શન પ્લાન નક્કી

{ નિરાકરણમાટે રોડ મેપ શું?

-હાલમાં પાર્કિંગ કમિટી મુજબ ચોક્કસ વિસ્તારોમાં પટ્ટા મારી પાર્કિંગ લોટ બનાવી ચાર્જ વસુલાશે.

{ પાર્કિંગપોલિસીનો અમલ ક્યારે?

-પાલિકાએ નવી પોલિસીને બોર્ડ મિટીંગમાં મંજૂરી આપી છે પણ અમલ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...