• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સગાઈ તૂટતાં યુવતીના અશ્લીલ ફોટા વાઇરલ કરી દેવા ધમકી

સગાઈ તૂટતાં યુવતીના અશ્લીલ ફોટા વાઇરલ કરી દેવા ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુંબઈના યુવક સાથે યુવતીએ સગાઈ તોડી નાખતાં યુવકે અશ્લીલ ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપતાં યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી છે.

ડિંડોલીમાં રહેતી યુવતીની મુંબઈ ખાતે રહેતા ભરત સોલાટે સાથે સગાઈ થઈ છે. સગાઈ બાદ બન્ને જણાં વોટસએપથી મેસેજ અને વીડિયો કોલિંગથી વાત કરતાં હતાં. દરમિયાન ભરતએ વીડિયો કોલિંગ કરીને યુવતીને તેના અશ્લીલ ફોટા મોકલવાનું કહ્યું હતું. બાબતે યુવતીએ ઈનકાર કરતાં ભરતએ સગાઈ તોડી નાખવાની ધમકી આપી અન્ય યુવતી જોડે અફેર ચાલે છે એમ કહી દીધું હતું. આખરે યુવતીએ સગાઈ તોડી નાખતાં યુવકે યુવતીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દેવાની ધમકી આપી હતી. તેમજ ‘બીજાં સાથે લગ્ન કેવી રીતે કરે છે હું જોઈ લઈશ’ એવી ધમકી પણ આપી હતી. યુવતીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે મુંબઈના થાણે ખારી ગાંવ, નવી મચ્છી માર્કેટ પાસે અમેય સોસાયટીમાં રહેતા ભરત સુધીર સોલાટે અને તેનો ભાઈ રજની સુધીર સોલાટે અને અનુરાગ સુધીર સોલાટે સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...