• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રફીના અવાજમાં ગીતો ગાતા ખાનકુમાર સાથે શશી કપૂર

રફીના અવાજમાં ગીતો ગાતા ખાનકુમાર સાથે શશી કપૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રફીના અવાજમાં ગીતો ગાતા ખાનકુમાર સાથે શશી કપૂર

મહંમદ રફીના ગીતોના કાર્યક્રમ માટે શશી કપૂર 1985માં પહેલી અને છેલ્લીવાર સુરત આવ્યા હતા

સિટી રિપોર્ટર | સુરત

શશીકપૂર પહેલી અને છેલ્લી વાર 1985માં સુરત આવ્યા હતા. એમની ફિલ્મોના મોટાભાગનાં ગીતો મહંમદ રફીએ ગાયા છે. ઇન્કમ ટેક્સનાં રિટાયર્ડ અધિકારી ખાનકુમારે મહમદ રફીના ગીતો પર એક કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શશી કપૂર હાજર રહ્યા હતા.

ખાન કુમાર કહે છે કે- વખતે સુરત રેલ્વે સ્ટેશન પર એમને સગવડ મળી રહે માટે પશ્ચિમ રેલ્વે-ડિલક્ષ એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર-1ની જગ્યાએ પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઊભી રખાયેલી અને એમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરતની એમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી.

શશી કપૂર માટે સુરત સ્ટેશને ડિલક્ષ ટ્રેન 1ને બદલે 3જા પ્લેટફોર્મ પર ઊભી રખાયેલી

PHOTO STORY

અન્ય સમાચારો પણ છે...