• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સૈનિકો ગોળીઓના વરસાદમાં જીવે છે, અહીં તો પાણી છે: મોરારીબાપુ

સૈનિકો ગોળીઓના વરસાદમાં જીવે છે, અહીં તો પાણી છે: મોરારીબાપુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતરફ મોરારીબાપુની રામકથામાં હકડેઠઠ મેદની અને બીજીતરફ વાવાઝોડાની ચેતવણી. છતાં ભક્તો સમયસર બધુ મૂકીને કથામાં પહોંચી જતા બાપુએ પોરસાવ્યા હતા. કથામાં મોરારીબાપુને વેધશાળાનો સંદેશો પહોંચાડાયો. વાંચી તેમણે કહ્યું કે, મારા સૈનિકો સરહદ પર ગોળીઓના વરસાદમાં બારેમાસ જીવે છે. અહીં તો વરસાદનું પાણી છે, તો મૌસમ છે, ગમે તે ક્ષણે બદલાય. તમને અહીં દુઃખી થવા નથી બોલાવ્યા અને કોરા રહેવા પણ નથી બોલાવ્યા. ભીના થવા બોલાવ્યા છે. કોઈએ કોરા રહેવાનું નથી. જોઈએ વરસાદ પહેલો આવે કે મારો રામ. આવો આવો એકલધામ.... આવો આવો મૂશળધાર... હું તો બધાને ભીંજવવા બેઠો છું.

આજે રામજન્મ છે. રામની આરતી ઉતારવા ઇન્દ્રને આવવું હોય તો આવે. વરસાદ પહેલો આવે કે મારો રામ પહેલો આવે તે જોઈએ. કથાનો પ્રારંભ બાપુએ શિવકથા સાથે કરી કહ્યું કે, શિવકથા રામકથાનું દ્વાર છે.

દાનમાટે ભીખ નહીં માગવાની | શહીદોમાટેની રામકથામાં દાનનો પ્રવાહ વહી રહ્યો છે, વારંવાર ઘોષણા કરાતા મંગળવારે બાપુએ સ્પષ્ટ ના પાડી. કહ્યું કે દાન માટે ભીખ નથી માગવાની. વારંવાર દાન માટે કહેવાનું નથી, મેં કહ્યું એટલે પતી ગયું. વ્યાસપીઠ કદી ભીખ નથી માગતી. તેમાં સુરત તો દાતાર શહેર છે, કર્ણની ભૂમિ છે. મેં તો 72 વર્ષમાં આવું દાન નથી જોયું.

બાપુએ કથામાં કહ્યું, મારો રામ પહેલો આવે કે વાવાઝોડુ

બાર દુના ચોવીસમાંથી એકપણ નેતા દેખાયા નથી

રામકથામાં આજે ચોથો દિવસ છે. છતાં બાર દુના ચોવીસમાંથી એકપણ નેતા દેખાયા નથી. ઓલુ આવવા કીધેલું તે કોઈ દેખાયા નથી. વાતો બધા કરતા તા. હું તો ગોતું છું કોઈ આવે. ભલેને પછી વરસાદ પણ આવે. લાગે છે કે 5 લાખ આપવાની વાતો કરી એટલે કોઈ દેખાતું નથી.

અન્ય સમાચારો પણ છે...