• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓલમ્પિયા જૈન સંઘમાં ગુરુવારે પુષ્ય નક્ષત્રનું અનુષ્ઠાન અને ગજ લક્ષ્મી પૂજા

ઓલમ્પિયા જૈન સંઘમાં ગુરુવારે પુષ્ય નક્ષત્રનું અનુષ્ઠાન અને ગજ લક્ષ્મી પૂજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શાશ્વતતારક નવકાર મહામંત્રની ઉપાસના જીવમાત્રને સિદ્ધશિલા પર લઈ જાય છે. નમન-વંદન અહંકારપણાનો નાશ કરવા માટે સાત્વિક કર્મ છે. નમન મન દ્વારા કરાતો સર્વશ્રેષ્ઠ સદ્ઉપયોગ છે. સરળ હૃદયી બનીને અભિમાનના નાશ માટે પણ નમન કરવું. શબ્દો મુનિ જ્ઞાનરશ્મિવિજયે કહ્યાં હતા.

મંગળવારે ઓલમ્પિયા જૈન સંઘમાં નમસ્કાર મહામંત્ર પર મુનિ જ્ઞાનરશ્મિવિજયે બોધ આપ્યો હતો. પ્રસંગે તેમણે કહ્યું કે ગુણગ્રાહી બનો. બીજાના સારા ગુણોને જીવનમાં ઉતારો. ગુણવાન બનતા દુર્ગુણો આપોઆપ નાશ પામશે. કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેનો પંચમંગલ મહાશ્રુતમાં સ્કંધમય મંત્રાધિરાજ નવકારની આરાધનાથી સહજ સંયોગ થાય છે. અનાદિ ભવોના કર્મ અને અજ્ઞાનના નાશ માટે નિત્ય નવકાર મહામંત્રની આરાધના કરો. પ્રસંગે મુનિ જ્ઞાનરશ્મિવિજયે ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રના નવા વર્ષના બીજા યોગમાં વિશિષ્ટ અનુષ્ઠાનનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...