• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાજપમાં મિથુન અને કોંગ્રેસમાં મેષના સૌથી વધુ ઉમેદવારો

ભાજપમાં મિથુન અને કોંગ્રેસમાં મેષના સૌથી વધુ ઉમેદવારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેમલગ્નમાં બંને પાત્રોની રાશિ અને કુંડળી જોઇને તેમના કેટલાં ગુણ મળે છે તે જોવામાં આવતું હોય છે. તેમ ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી વખતે તેમના ગુણ,અવગુણ, તેમની વ્યક્તિગત છબી, નેટવર્ક, પક્ષ પ્રચાર અને કાર્યક્રમોમાં હાજરી વગેરે જોઇને તેમની રાજકીય કુંડળી કાઢવામાં આવતી હોય છે. ઉમેદવારોની પસંદગી થઇ ચૂકી છે. ત્યારે જોઇએ કે વખતે ભાજપ-કોંગ્રેસમાં કઇ રાશિના ઉમેદવારોનો દબદબો છે. અને જયોતિષ શાસ્ત્રના પંડિતોના મતે કઇ રાશિના ઉમેદવારો વખતની ચૂંટણીમાં મેદાન મારશે. ભાજપ- કોંગ્રેસે તમામ રાશિના ઉમેદવારોને ટિકીટ આપી છે. પરંતુ તેમાં ભાજપમાં મિથુન રાશિના સૌથી વધુ 24 ઉમેદવારો છે. તેની સામે કોંગ્રેસમાં મેષ રાશિના 30 ઉમેદવારો વધુ છે. રીતે જોગાનુજોગ બંન્ને પક્ષે કુંભ રાશિના 22 ઉમેદવારો ઉતાર્યા છે. કઇ રાશિ ચૂંટણીના પરિણામમાં પ્રભુત્વ જમાવે છે તે 18મી ડિસેમ્બરે જોવા મળશે.

તુલા રાશિને અચાનક મોટો લાભ થઈ શકે

^ મિથુન રાશિને ઘણી મહેનત બાદ જીત મળી શકે. વૃષભને વિજય યોગ છે. મેષને ભારે મહેનત પછી ઓછો લાભ થાય. કુંભ, તુલા રાશિને અચાનક મોટા લાભ થાય તેવા યોગ છે. > ચેતનપટેલ, જયોતિષ

કઇ રાશિના મુરતિયાઓ વચ્ચે ખરાખરીનો જંગ

બેઠક ભાજપ કોંગ્રેસ

રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી (વૃષભ) ઇન્દ્વનીલ રાજયગુરુ (મેષ)

અમરેલી બાવકુ ઉઘાડ(વૃષભ) પરેશ ધાનાણી (કન્યા)

પોરબંદર બાબુ બોખરિયા (વૃષભ) અર્જુન મોઢવાડિયા (મેષ)

મોરબી કાંતિ અમૃતિયા(મિથુન) બ્રિજેશ મેરજા (વૃષભ)

વરાછા રોડ કુમારભાઇ કાનાણી (મિથુન) ધીરુભાઇ ગજેરા (ધન)

જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ (ધન) ઇમરાન ખેડાવાલા (મેષ)

દાણીલીમડા જીતુ વાઘેલા (મકર) શૈલેષ પરમાર (કુંભ)

બાપુનગર જગરૂપસીંહ રાજપૂત (મકર) હિંમતસીંહ પટેલ (કર્ક)

દરિયાપુર ભરત બારોટ (ધન) ગ્યાસુદ્દીન શેખ (કુંભ)

બોટાદ સૌરભ પટેલ (કુંભ) મનહર પટેલ (સિંહ)

વૃષભ અને કુંભ રાશિને વિજય યોગ મેષ રાશિને ભારે મહેનત પછી ઓછો લાભ થઈ શકે

રાશિ ભાજપ કોંગ્રેસ

મિથુન 24 16

મેષ 19 30

તુલા 21 16

વૃષભ 18 19

સિંહ 15 13

કર્ક 08 03

કન્યા 12 20

વૃષિક 07 14

ધન 13 08

મકર 16 10

કુંભ 22 22

મીન 07 10

{ કોંગ્રેસ- ભાજપે વખતે ચૂંટણી જંગમાં જે મુરતિયાઓને મેદાને ઉતાર્યા છે તેમાં જોગાનુજોગ બંને પક્ષમાં કુંભ રાશિના ઉમેદવારોની સંખ્યા એકસરખી જોવા મ‌ળી છે. બંને પક્ષોએ કુંભ રાશિના 22 ઉમેદવારોને ટિકીટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...