• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 5500 યંગસ્ટર્સે કથાના મેનેજમેન્ટ માટે 146 દિવસમાં 86 મિટીંગ કરી

5500 યંગસ્ટર્સે કથાના મેનેજમેન્ટ માટે 146 દિવસમાં 86 મિટીંગ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોથી યાત્રા વખતે પણ યંગસ્ટર્સે યાત્રાનું નિયમન કર્યું હતું.

કથાની નજીકનાં 17 જેટલા ચાર રસ્તા પર યંગસ્ટર્સ ટ્રાફિકનું નિયમન કરે છે

રામકથા સાંભળવા માટે રોજ સાંઈઠ હજારથી વધારે લોકો આવી રહ્યા છે. દરમિયાન પાર્કિંગની અવ્યવસ્થા થાય માટે વરાછાનાં 17 જુદા જુદા ફોર સ્ક્વેર્સ પર ટ્રાફિક કમિટીનાં ωωω યંગસ્ટર્સ કથાના સમય દરમિયાન ખડેપગે રહે છે અને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં ટ્રાફિક પોલિસની મદદ કરી રહ્યા છે.

140 દિવસનાં સતત પ્લાનિંગમાં 87થી વધારે મિટિંગ કરવામાં આવી. જેમાં યંગસ્ટર્સને ‘સબૂરી’ શીખવવામાં આવી. કથા સાંભળવામાં આવે, એમના પ્રશ્નોને ધીરજથી-વિનમ્રતાથી સાંભળવાનાં અને એમના પ્રશ્નોનું ગણતરીની મિનિટોમાં નિરાકરણ લાવવાનું !

કમિટીમાં વહેંચાઇ ગયા બાદ શિસ્તબદ્ધ રીતે કથા પૂરી થઇ શકે માટે 140 દિવસ સતત મિટિંગ કરવામાં આવી. દરેક કમિટીનો એક હેડ બનાવવામાં આવ્યો, જેને બધી જવાબદારી સોંપી દેવામાં આવી. પહેલું હોર્ડિંગ ડિઝાઇન થયું ત્યારથી કમિટી કામ કરે છે.

રા મકથા શિસ્તબદ્ધ રીતે પૂરી થાય માટે સૌથી પહેલા 5500 યંગસ્ટર્સને 46 જુદી જુદી કમિટીમાં વહેંચી દેવામાં આવ્યા. જેવી કે, દાન કમિટી-પોથી યાત્રા કમિટી, ટ્રાફિક કમિટી, ભોજન કમિટી, ધ્વજ વંદન કમિટી, સ્ટેજ સંચાલન કમિટી, નળ પર હાથ-પાણી ધોવા માટેની કમિટી…

દાન કમિટી સાથે જોડાયેલા રોટરેક્ટ ક્લબનાં મહેન્દ્ર નાકરાણીની ઉંમર ωω વર્ષનો છે. કહે છે કે, હું દાન લેવા માટે ઊભો રહું છું. કથા દરમિયાન હજીપણ નાના છોકરાઓ આવે છે અને પૉકેટમની અને પિગી બેંક દાનમાં આપી જાય છે.

ટ્રાફિક કમિટી સાથે જોડાયેલો 24 વર્ષનો બ્રિજેશ કાનાણી કહે છે કે, સુરતમાં ટ્રાફિકની અવ્યવસ્થા છે, એવી ફરિયાદ આપણે વારંવાર કરીએ છીએ. પણ કથા સાંભળવા આવતા સુરતીઓ એટલી શિસ્ત બદ્ધ રીતે પાર્કિંગ કરે છે કે ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી.

દરેક કમિટીનાં જુદા જુદા સભ્યોને પળવારમાં ઓળખી શકાય માટે એમનો ડ્રેસકોડ નક્કી કરાયો છે. ડ્રેસ કોડ પરથી જે-તે કમિટીને ઓળખી લેવામાં આવે છે.

સિટી રિપોર્ટર | સુરત

મોરારીબાપુની રામકથા ચાલી રહી છે અને રામકથા સાંભળવા રોજનાં સાંઈઠ હજારથી વધારે સુરતીઓ જઇ રહ્યા છે ત્યારે આખી કથાનું મેનેજમેન્ટ સુરતનાં 5500 યંગસ્ટર્સ સંભાળી રહ્યા છે. સુરતના જુદી જુદી કોલેજ, રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબનાં યંગ મેમ્બર્સે ભેગા મળીને આખી કથાનું સંચાલન કરી રહ્યા છે. માટે 140 દિવસથી બધાં યંગસ્ટર્સને લોકો સાથે કેવી રીતે વાત કરવી અને કઇ રીતે જવાબદારીઓ સંભાળવી માટેની ટ્રેનિંગ અપાતી હતી. 86 મિટિંગ કરીને 46 જુદી જુદી કમિટીમાં વહેંચાઇને યંગસ્ટર્સે કથામાં પોતાની સેવા આપી રહ્યા છે.

કથાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે યંગસ્ટર્સ

Youth initiative

અન્ય સમાચારો પણ છે...