• Gujarati News
  • પ્રસૂતાને રિક્ષામાં ડિલિવરી થઈ ગઈ શાક કાપવાની છરીથી ગર્ભનાળ કાપી

પ્રસૂતાને રિક્ષામાં ડિલિવરી થઈ ગઈ શાક કાપવાની છરીથી ગર્ભનાળ કાપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીરાવિસ્તારની એક મહિલાને મંગળવારે બપોરે પ્રસૂતિની પીડા ઉપડતાં તેનો પતિ પ્રસૂતાને રિક્ષામાં બેસાડીને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યો હતો. જો કે, રસ્તામાં એક શાકમાર્કેટ પાસે પ્રસૂતિની શરૂઆત થઈ ગઈ હતી, જેથી રિક્ષા થોભાવી પ્રસૂતાને ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. નોર્મલ ડિલિવરી રિક્ષામાં થઈ ગઈ હતી. સાથે આવેલી પાડોશી મહીલાએ નવજાત બાળકી અને માતાને જોડતી નાળને માર્કેટમાંથી છરી લઈ કાપી નાંખ્યા બાદ બંનેને સિવિલહોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હજીરા ખાતેના મોરાટેકરા વિસ્તારમાં રહેતા લતા વિજય ભૂરિયા (૨૨) મૂળ એમપીના વતની છે. કડિયા કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાં લતા બહેનની ત્રીજી િલીવરી હતી. લતાબેનને બે સંતાનો છે. મંગળવારે બપોરે તેમને પ્રસવ પીડા ઉપડી હતી, જેથી તેના પતિએ પાડોશની એક મહિલાને પણ સાથે લઈ રિક્ષામાં સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ આવવા નીકળ્યા હતા. દરમિયાન મોરાગામની શાકભાજી માર્કેટ નજીક તેણીને સખત દુખાવો ઉપડતાં રિક્ષામાં પ્રસૂતિની શરૂઆત થઈ ગઈ હતી. જેથી પાડોશી મહિલાએ રિક્ષા સાઈડમાં કરાવીને તેની ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

દરમિયાન શાકમાર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. ઘણાં લોકો મદદ માટે પણ ધસી ગયા હતા, પરંતુ તે દરમિયાન નોર્મલ ડિલિવરી થઈ ગઈ હતી અને લતાબેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.

મહિલાને દુખાવો ઉપડતાં રિક્ષામાં પ્રસૂતિની શરૂઆત થઈ ગઈ હતી.

ધમાચકડી|હજીરાથી સિવિલ હોસ્પિટલ પહોંચતા રસ્તામાં પ્રસૂતિ

મહિલાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો, બંનેને હોસ્પિટલમાં દાખલ