• Gujarati News
  • ‘ડો.અબ્દુલ કલામના નિધન બાબતે કાર્યક્રમ છે તેથી ચેકીંગ છે’ કહીને દાગીનાની તફડંચી’

‘ડો.અબ્દુલ કલામના નિધન બાબતે કાર્યક્રમ છે તેથી ચેકીંગ છે’ કહીને દાગીનાની તફડંચી’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાચિકુવાડી નજીક પાંડેસરાની મહીલાને ભેટેલા ગઠીયા ચીકુવાડીમાં ડો.અબ્લુદકલામના નિધન બાબતનો મોટો કાર્યક્રમ છે માટે ચેકીંગ વધુ હોવાનુ જણાવી દાગીના થેલીમાં મુકી આપવાના બહાને સોનાનુ મંગળસુત્ર, કાનની રીંગ અને મોબાઈલ ફોન તફડાવી પલાયન થઈ ગયા હતા.

પાંડેસરા દક્ષેશ્વરનગર કલ્પના એપાર્ટમેન્ટ ખાતે રહેતા રંભાબેન તારાપ્રસાદ શર્મા કપડાની સીલાઈ કરાવવા પોતાના ઘરેથી ચાલતા ચાલતા પીયુષ પોઈન્ટ જવા માટે નિકળ્યા હતા દરમિયાન ચીકુવાડી મેઈન ગેટની સામે ઓમસાંઈ એપાર્ટમેન્ટ પાસે તેમને બે અજાણ્યાઓ મળ્યા હતા અને તેમણે ‘માસી કાલે અબ્દુલ કલામ સાહેબનુ નિધન થયેલ તે બાબતનો ચીકુવાડીમાં પ્રોગ્રામ રાખેલ છે. મોટા સાહેબો આવે છે ચેકીંગ વધારે છે તમારા દાગીના થેલીમાં મુકી દો’ તેમ કહીને દાગીના તફડાવી ગયા હતા.