• Gujarati News
  • હીરાના કારખાનાના નકુચા તોડી 150 કેરેટ હીરાની ચોરી

હીરાના કારખાનાના નકુચા તોડી 150 કેરેટ હીરાની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામજેરામ મોરારની વાડીમાં એક હીરાના કારખાનાની ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી તસ્કરો કારખાનામાં પ્રવેશ્યા હતા . ટેબલના ખાનાના લોક તોડી તેમાંથી આશરે રૂ.1.5 લાખની કિંમતના 150 કેરેટ કાચા હીરાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે કારખાનેદારે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. કતારગામ શિવદર્શન સોસાયટીમાં રહેતા મનસુખભાઈ હીરાભાઈ સખરેલીયા કતારગામ જેરામ મોરારની વાડીમાં હીરાનુ કારખાનુ ચલાવે છે. ગઈ તા.8મી જુલાઈના રોજ રાત્રે તસ્કરોએ તેમના કારખાનાને નિશાન બનાવ્યુ હતુ. કારખાનાની ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી તસ્કરો કારખાનામાં પ્રવેશ્યા હતા અને 150 કેરેટ કાચા હીરાની ચોરી કરી ગયા હતા.