• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિવિલ હોસ્પિટલમાં મોડ્યુલર ઓટી બનતા કિંમતી સાધનો ભંગારમા સ‌ડવા મૂકી દેવાયા

સિવિલ હોસ્પિટલમાં મોડ્યુલર ઓટી બનતા કિંમતી સાધનો ભંગારમા સ‌ડવા મૂકી દેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવાદોનુઘર નવી સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર થઈને ત્રણ વર્ષ થઈ ગયા હોવા છે પરંતુ અહીનાં અનેક કિંમતી સાધનો નવા સાધનો આવતા બિનઉપયોગી થઈ પડ્યાં હતાં. તંત્રએ સાધનોનું રિપેરિંગ કરાવવું કે અન્ય સરકારી હોસ્પિટલોમાં કે જિલ્લાની સીએચસી પીએચસીમા મોકલી ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેમ કરવાને બદલે સાધનો મોડ્યુલર ઓટી નીચે ભંગારમા કાઢી નંખાયા છે.

ઘણાં વર્ષથી સર્જીકલ લાઈટીંગો સહીતના કિંમતી સાધનો તેમજ ફૂડ વોર્મર અને ફ્રિઝ, કુલર, સ્ટ્રેચર, રેક, રિવોલ્વીંગ ચેર જેવા હોસ્પિટલ-તબીબને ઉપયોગી સાધનો ધૂળ ખાતા ભંગારમાં પડયા હોવાથી સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે.

ઓપરેશનમા વપરાતી સર્જીકલ લાઈટીંગ, રેક, સ્ટ્રેચરો જેવા સાધનો વર્ષોથી ધૂળ ખાઈ છે

સિવિલ હોસ્પિટલના કિંમતી સાધનોન સદ્ઉપયોગ કરવાને બદલે તેને ભંગારમા ફેકી દેવાયા છે.

સિવિલમાં કરોડોના ખર્ચે મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર થઈને પણ ત્રણ વર્ષ થઈ ગયા

કિંમતી સાધનોનો શું ઉપયોગ થઈ શકે

સિવિલનાસિનિયર તબીબ તથા સીએમઓ નામ નહી જણાવવાની શરતે બાબતે કહે છે કે, મોડ્યુલર ઓટી બન્યા બાદ સાધન ગ્રાઉન્ડ ફ્લોર પર કાઢી નંખાયા હતા. જેમાં સર્જીકલ લાઈટીંગ સહીતના મોંઘા સાધનો છે. તેનો ઉપયોગ જિલ્લામાં સીએચસી, પીએચસી સહીતની સરકારી હોસ્પિટલોમાં થઈ શકે છે. સાધનોની હાલની કિંમત ઘણી વધુ હોય ભંગારમા કાઢવું મુર્ખામી ભર્યું છે. તેને રિપેરિંગ કરી ઉપયોગમાં લઈ શકાય. તો રિવોલ્વીંગ ચેર, કુલર, ફ્રિઝ પણ ઘણા વખતથી પડ્યાં છે તેને પણ રિપેરિંગ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

ક્યાં ક્યાં સાધનોને ભંગારમા છોડાયા

{ઓપરેશનમાં વપરાતી કિંમતી સર્જીકલ લાઈટીંગો 3 નંગ

{ દર્દી માટે રસોઈ ગરમ રાખવાનુ મોંઘુ સાધન (ફૂડ વોર્મર)

{ રિવોલ્વીંગ ખુરશીઓ, સ્ટ્રેચર, રેક

{ ફ્રિઝ તેમજ કેટલાંક કુલર

{ અન્ય ઓટીમા વપરાતા સાધન

અન્ય સમાચારો પણ છે...