તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ રિપોર્ટર, સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર, સુરત

ગુડ્સએન્ડ સર્વિસ ટેક્સનો વિરોધ નોંધાવતા લગાતાર 22 દિવસ માર્કેટ બંધ રાખી અને કુલ 43 દિવસ આંદોલન ચલાવનાર સુરતના કપડા વેપારીઓને પોતાની તરફ કરવા કોંગ્રેસ અને ભાજપ બંને પ્રયાસરત છે. એક દિવસ પહેલા મનની વાત કરવા સુરત આવેલા નાણામંત્રી અરુણ જેટલીએ વેપારીઓને જીએસટી હળવો કરવાની હૈયાધરપત આપી છે ત્યારે હવે કાલે 29 નવેમ્બરના રોજ કોંગ્રેસની યુપીએ સરકારમાં કોમર્સ-ઈન્ડસ્ટ્રી અને ટેક્સટાઈલ મંત્રી રહી ચૂકેલા આનંદ શર્મા વેપારીઓ સાથે ફરી ચર્ચા-વિચારણા કરશે. તો 2 ડિસેમ્બરે પણ સંભવત: કપડા મંત્રી સ્મૃતિ ઈરાની પણ મુદ્દે સુરતની મુલાકાત લેશે. જોકે, હજી તેઓનો કાર્યક્રમ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે જેટલી પહેલા રાહુલ ગાંધી આવી મિટિંગ કરી ચુક્યા છે.

કોંગ્રેસના કોર્ડિનેટર મેઘના પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્ય સભાના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી 29મીએ સુરતમાં 4થી 6 દરમિયાન ટેક્સટાઈલ અને ડાયમંડના વેપારીઓ સાથે સંવાદ કરશે. સાંજે 8 વાગ્યે ઉત્તર વિધાનસભા અને 8.30 કલાકે વરાછા વિધાનસભામાં એક-એક સભા પણ કરશે. તે પહેલા સવારે 12 કલાકે ઈશ્વર ફાર્મ પર પ્રેસવાર્તા કરશે.

2 ડિસેમ્બરે સ્મૃતિ ઈરાની પણ સંભવતઃ વેપારીઓ સાથે સંવાદ

એલિટ ક્લાસ મહિલાઓનું સંમેલન પણ

29મીએપૂર્વ કેબિનેટ મંત્રી કુમારી શેલજા, પ્રિયંકા ચતુર્વેદી અને એઆઈસીસી મેમ્બર સુષ્માજી સાયન્સ સેન્ટર ખાતે સ્કૂલ-કોલેજોની મહિલા શિક્ષકો, પ્રોફેસર, આચાર્યા અને કંપનીની મહિલા સીઈઓ સહિત સાથે મહિલા સંમેલનમાં ભાગ લઈ તેઓને કોંગ્રેસ તેમના માટે શું કરી શકે તે અંગે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાહુલ ગાંધીના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન મહિલા શિક્ષકોની અવદશા અંગે એક મહિલાએ રડી રડીને આપવીતી વર્ણવી હતી. તેના અનુસંધાનમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાનું કહેવાય છે.

જીએસટી: રાહુલ બાદ વેપારીઓ સાથે હવે આનંદ શર્મા ચર્ચા કરશે

અન્ય સમાચારો પણ છે...