તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રા પોલીસના બાથરૂમમાં ફાંસો ખાનારાના મોતનું કારણ હજુ અસ્પષ્ટ

કાપોદ્રા પોલીસના બાથરૂમમાં ફાંસો ખાનારાના મોતનું કારણ હજુ અસ્પષ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીરાબાગસર્કલ નજીક શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે એક યુવાનને કેટલાક યુવાનોએ ઢીક-મૂકીનો માર મારતાં હોવાની એક રાહદારીએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના આધારે કાપોદ્રા પોલીસની ટીમ સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને લઈ પોલીસ મથક પર પહોંચી હતી. જ્યાંથી પોલીસ તેને સ્મીમેર લઈ જાય તે પૂર્વે અજાણ્યા યુવાને બાથરૂમ જવાનું કહ્યું. બાથરૂમમાં ગયા બાદ તે દસ-પંદર મિનિટ સુધી પરત ફરતાં જોયું તો તેણે સફેદ કપડાંથી ફાંસો ખાઈ આપઘાતની કોશિશ કરી હોવાનું જણાયું હતું. આથી પોલીસ રાત્રે પોણા અગિયારે અજાણ્યાને સ્મીમેર પહોચાડ્યો હતો. જોકે, તબીબી સારવાર કારગત નીવડે પૂર્વે મોડી રાત્રે 2.40 કલાકે તેનું મોત થયું હતું. જેથી શંકાસ્પદ મોતની તપાસ મદદનીશ પોલીસ કમિશનરને સોંપાઈ હતી. દરમિયાન પોસ્ટમોર્ટમ કરનારા ડૉ. ઇલિયાસ શેખે કહ્યું હતું કે માર મારવાથી મૃત્યુ થયું હોવાની શક્યતા વધુ છે. ઉપરાંત ફાંસો પણ ખાધો છે તો યુવાને દારૂ પણ પીધો હોવાનું જણાયું છે. જેથી તેના વિસેરા લીધા છે. વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ ખરેખર ખ્યાલ આવશે કે મૃત્યુ મારના કારણે થયું છે કે ફાંસો ખાવાથી થયું છે. તપાસનીશ અધિકારી એસીપી આર.એલ. સોલંકીએ કહ્યું હતું કે હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટ આવ્યો નથી. પરિણામે હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધવાનું ટાળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે હીરાબાગ સર્કલ નજીક જ્યાં ઘટના બની ત્યાંના સીસી ફૂટેજ મેળવી મરનારની ઓળખ કરવાની કામગીરી પોલીસ કરી રહી છે.

દારૂ પીધો હોવાથી વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે મૃત્યુ મારથી થયું કે ફાંસાથી

અન્ય સમાચારો પણ છે...