નાણાકીય ભીંસના કારણે જમીનદલાલનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાના વરાછા સંગના સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ જયરામભાઈ ગજેરા જમીનદલાલ હતા. તેમણે ગઈ તા.28મી નવેમ્બરે પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવારે તેમનું મોત નીપજ્યું હતું. ચિરાગભાઈના ભાઈ ચેતનભાઈએ જણાવ્યું હતું કે, ચિરાગભાઈએ સંબંધીઓ પાસેથી આશરે રૂ. 20થી 25 લાખ લઈ મિત્રોને ઉછીના આપ્યા હતા. જોકે, મિત્રો પાસેથી રકમ પરત આવતાં તેઓ ભીંસમાં મુકાઈ ગયા હતા. સંબંધીઓના રૂપિયા ચુકવાતાં તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેમણે આવું પગલું ભરી લીધું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે પુણા વિક્રમનગર ખાતે રહેતા બાબુભાઈ જીંજાળા ઘર નજીક દૂધની ડેરી ચલાવે છે. તેમની પત્ની આશાબેન છેલ્લા કેટલાક સમયથી કોઈક બીમારીથી પીડાતા હતા. દરમિયાન બીમારીથી કંટાળીને તેમણે સોમવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. સારવાર બાદ મોત નીપજ્યું હતું. પુણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પુણાની પરિણીતાનો દવા પી આપઘાત

અન્ય સમાચારો પણ છે...