• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેસુમાં કાપડના વેપારીના પુત્રનાં લગ્નમાં જમ્યા બાદ પાંચ બાળકો સહિત 20ને ફૂડ પોઇઝનિંગ

વેસુમાં કાપડના વેપારીના પુત્રનાં લગ્નમાં જમ્યા બાદ પાંચ બાળકો સહિત 20ને ફૂડ પોઇઝનિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુ ગાંધી કુટીરમાં રહેતા કાપડના વેપારી હંસરાજભાઈ ભાવસારનાં પુત્રના રવિવારે સાંજે લગ્ન હતા. વેસુ સિદ્ધિ વિનાયક મંદિરની સામે ગાયત્રી ફાર્મમાં લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરાયું હતું. રાજસ્થાનના ભીલવાડા અને અજમેર સહિતના શહેરોમાંથી આવેલા મહેમાનો સહિત આશરે 800થી વધુ વ્યક્તિ જમણવારમાં જમ્યા હતા. રાત્રે જમ્યા બાદ 5 બાળકો સહિત 20 જેટલી વ્યક્તિને ફૂડ પોઈઝનની અસર થઈ હતી. સોમવારે વહેલી સવારથી ઝાડા ઊલટી શરૂ થતા તમામને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સિવિલમાં 5 બાળકો સહિત 12ને સારવાર અપાઇ હતી.

તબિયત બગડવાનું કારણ જાણી નથી શકાયું

^પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવારમાં રવિવારે રાત્રે 800થી વધુ વ્યક્તિઓ જમ્યા હતા. 20 વ્યક્તિઓને કોઈક કારણસર ઝાડા ઊલટી થતા સારવાર માટે લાવ્યા છીએ. > હંસરાજભાઈભાવસાર, કાપડવેપારી

સવારે અચાનક ઝાડા-ઊલટી શરૂ થતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર

અસર | વેસુ સિદ્ધિ વિનાયક મંદિરની સામે ગાયત્રી ફાર્મમાં લગ્ન પ્રસંગે જમણવારમાં બનેલી ઘટના

ફૂડ પોઇઝનિંગ થતાં દાખલ બાળકો.

અન્ય સમાચારો પણ છે...