• Gujarati News
  • લિંબાયતમાં પાણીના સમયમાં ફેરફાર કરનાર અધિકારી સામે પગલાં ભરો

લિંબાયતમાં પાણીના સમયમાં ફેરફાર કરનાર અધિકારી સામે પગલાં ભરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. સુરત

મહાનગરપાલિકાનીસામાન્ય સભામાં વિપક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતુ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની જાહેર સભા લિંબાયત નિલગીરીમાં રાખવામાં આવી ત્યારે લોકોની ભીડ એકઠી કરવા માટે લિંબાયત વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

તેમાં કયા કારણોસર પાણી પુરવઠો પુરો પાડવાના સમયમાં ફેરફાર કરવા માટે અધિકારીઓ એકબીજા પર ખો આપવામાં આવી રહી છે. જેથી આવી રીતની કામગીરી કરનાર અધિકારી સામે તાકીદે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.

બીઆરટીએસમાંકરાયેલા ખર્ચના 10 ટકા ખર્ચ સીટી બસ માટે કરવામાં આવે તો એક હજાર બસો શહેરમાં દોડે

સામાન્યસભામાં અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઇએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં બીઆરટીએસ પાછળ 1500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોમીટર બસ બીઆરટીએસ રૂટ પર દોડે તો મહાનગરાપાલિકા 54 રૂપિયા સામે ચુકવે છે. જ્યારે સીટી બસમાં કોન્ટ્રાકટર દ્વારા મહાનગરપાલિકાને સામેથી નાંણા ચુકવે છે.જેથી બીઆરટીએસ પાછળ કરાયેલા ખર્ચની રકમના 10 રકમ પણ સીટી બસના કોન્ટ્રાકટરોની પાછળ ખર્ચવામાં આવે તો શહેરમાં ઓછામાં ઓછી 1 હજાર કરતા વધુ બસ દોડી શકે તેમ છે.