• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CMO ડો. ઘીયા PM નોટ અધૂરી જમા કરાવી રજા માણવા ઉપડી ગયા

CMO ડો. ઘીયા PM નોટ અધૂરી જમા કરાવી રજા માણવા ઉપડી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલહોસ્પિટલમાં મૃતકના સંબંધીને પોસ્ટમોર્ટમ નોટ અધુરી સોંપી દેવાતા હોબાળો મચી ગયો હતો. ઓરિજનલ નોટમાં નામ, એડ્રેસ, પીએમ નંબર સહિતની વિગતો બાકી રાખી સીએમઓ ડો.ઘીયાએ રેકોર્ડ વિભાગમાં જમા કરી દઈ વેકેશન માણવા જતા રહ્યા હતા. રેકોર્ડ વિભાગનો હવાલો પણ સરવન્ટથી ગબડાવાતો હોય નવા નવા છબરડા થઈ રહ્યાં છે. તેને પગલે નવસારીથી પીએમ નોટ માટે આવેલા મૃતકના પરિવારે ઘરમના ધક્કાખાવાનો વખત આવ્યો હતો.

નવસારીના જલાલપોરમાં રહેતા નિમીષા ચેતનભાઈ ટંડેલ (28)નું ગત 15 એપ્રિલના રોજ દાઝી જવાથી સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન મરણ થયું હતું. તેનુ સિવિલ હોસ્પિટલ ખાતે સીએમઓ ડો.ચિરન્જીલાલ ઘીયાએ પીએમ કર્યું હતું. દરમિયાન મૃતકના સંબંધીઓ પીએમ નોટ માટે શુક્રવારના રોજ સિવિલ ખાતે આવ્યા હતાં.

રેકોર્ડ વિભાગમાં જતાં ત્યાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ કોઈ પણ જાતની ચકાસણી કર્યા વગર ઓરીજનલ પીએમ નોટ મૃતકના સંબંધીને સોંપી દીધી હતી. ટંડેલ પરિવારને પીએમ નોટની ડુપ્લીકેટ કોપીની જરૂરીયાત હતી. તેથી ઝેરોક્ષ માટે આપવામાં આવી હતી, પરંતુ પીએમ નોટ ફરજ પરના સીએમઓએ જોતા ચોંકી ઉઠ્યાં હતાં. તેમાં મરનારનું નામ, એડ્રેસ કે પીએમ નંબર સુદ્ધા હતો.

અન્ય સમાચારો પણ છે...