બીએપીએસ દ્વારા આસોપાલવના 100 વૃક્ષો રોપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વૃક્ષવાવો જીવન બચાવો’ વિધાનને ચરિતાર્થ કરવા અને આજના ગ્લોબલ વોર્મિંગના દુષ્પરિણામો દુનિયા જોઈ રહી છે ત્યારે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી હોસ્પિટલ અડાજણના પટાંગણમાં 100 નવા વૃક્ષોનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન સ્વામીનારાયણના 185માં અંતર્ધાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે 28 મેના રોજ અડાજણ મંદિરનાં કોઠારી પૂજ્ય ઉત્તમપ્રકાશ સ્વામી તથા અન્ય સંતો અને સમગ્ર હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફની હાજરીમાં શાસ્ત્રોક વિધિ અને મંત્રોચ્ચારથી આસોપાલવનાં વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું અને 100 વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો. પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હોસ્પિટલના ડોક્ટર્સ અને કર્મચારીઓને પૂ. ઉત્તમસ્વામીએ એક-એક વૃક્ષ દત્તક લેવાની આજ્ઞા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...