• Gujarati News
  • યાત્રીઓ પાસે પૈસા પડાવવાના પ્રકરણમાં RPF ઇન્સ્પે. સસ્પેન્ડ

યાત્રીઓ પાસે પૈસા પડાવવાના પ્રકરણમાં RPF ઇન્સ્પે. સસ્પેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેદિવસ પહેલા ડીઆરએમની સ્કોડે સુરત સ્ટેશન પર છાપો માર્યો હતો, જ્યાં આરપીએફના કોન્સ્ટેબલો તાપ્તી ગંગાના જનરલ કોચમાં ચઢવા માટે પ્રવાસીઓ પાસેથી 100થી 200 રૂપિયા લેતા હતા. કેસમાં સુરત આરપીએફના ઇન્સ્પેક્ટર અશોક નાયકની ભૂંડી ભૂમિકા જોતાં તેમને આરપીએફના સિક્યુરીટી કમિશનરે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

ડીઆરએમને ત્રણ દિવસ પહેલા માહિતી મળી હતી કે સુરત સ્ટેશન પર તાપ્તી ગંગા એક્સપ્રેસ રવાના થાય તેના એક દિવસ પહેલાથી પ્રવાસીઓ સ્ટેશન પર લાઇનમાં બેસી રહે છે. બીજી તરફ આરપીએફના જવાનો સવારે ટ્રેન પ્લેટફોર્મ પર આ‌વે ત્યારે પ્રવાસીઓ પાસેથી રૂપિયા લઇને તેમને ટ્રેનમાં ચઢવા દે છે. માહિતીની ખરાઇ કરવા ડીઆરએમએ એક ખાસ ટીમને સુરત સ્ટેશને મોકલી હતી. જ્યાં 5 કોન્સ્ટેબલો પ્રવાસીઓ પાસેથી 100થી લઇને 200 રૂપિયા લેતા ઝડપાઈ ગયા હતા. આવી રીતે એક દિવસમાં 7000થી વધુ રૂપિયા ખંખેરતા હતા. પાંચેય વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં આરપીએફ ઇન્સ્પેક્ટર અશોક નાયકની ભૂંડી ભૂમિકા સામે આવતા તેમને શુક્રવારે સાંજે તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમના સ્થાને મુંબઇના ગણેશ ગોડને ચાર્જ સોંપવામાં આવ્યો છે. સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર આનંદ વિજય ઝાએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલે છે પ્રાથમિક તપાસમાં અશોક નાયકની ભૂમિકાને ધ્યાને લેવામાં આવી છે.