• Gujarati News
  • શહેરમાં લટકતાં વાયરો પર તવાઈના એંધાણ

શહેરમાં લટકતાં વાયરો પર તવાઈના એંધાણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરમાંઠેર-ઠેર કરોળિયાનાં જાળાંની જેમ લટકતાં ઓવરહેડ વાયરના નેટવર્ક ઉપર ભીંસ વધારવા માટેની પાલિકાએ તૈયારી કરી છે. કેબલ નાંખનાર તમા એજન્સીઓની સામે પાલિકાએ નિશાન તાક્યું છે. જે તે કેબલ ઓપરેટર, ટેલિફોન બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર, લટકણિયા દૂર નહીં કરશે તો પાલિકા કેબલ કાપી નાંખશે. તેવી નોટિસ પાલિકાએ તમામ ઓપરેટર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોને ફટકારવાની તજવીજ હાથ ધરી છે.

ઓવરહેડ વાયરના નેટવર્કે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે અરાજકતાભરી સ્થિતિ સર્જી છે. ઓવરહેડ કેબલના નેટવર્કને લીધે કરોળિયાના જાળાઓનું સામ્રાજ્ય હોય તેવા દૃશ્યોમાં સતત વધારો થઇ રહ્યો છે. વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત અને કોટ વિસ્તારમાં કેટકેટલાંય સ્થળોએ પરિસ્થિતિ એટલી હદે વકરી રહી છે કે, રસ્તા ઉપરથી વાહનોને લઈ જવા માટેની પણ મુશ્કેલી થઈ રહી છે.