1.90 લાખનો ચેક બાઉન્સ થતાં વેપારીને માસની સજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેવર્ષ જુના ચેક બાઉન્સના કેસમાં કોર્ટ ટીકી લગાવવાનું કામ કરતાં આરોપીને માસની સજા અને રૂપિયા 1.90 લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

રાંદેર રોડ સ્થિત શ્રીજી નગર ખાતે રહેતા ફરિયાદી અંબાલાલ બેચરભાઈ મિસ્ત્રી ડેકોરેશનનું કામ કરે છે. અંબાલાલનું એક જુનુ મકાન આરોપી બાબુલાલ રૂપચંદ ગંદાની (રહે. ટેનામેન્ટ, રામનગર)એ ખરીદ્યુ હતુ. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આરોપી બાબુલાલ ચુંદરીઓ પર ટીકી લગાવવાનું કામ કરતા હતા. વર્ષ 2012માં બાબુલાલે અંબાલાલ પાસે બે લાખ માંગ્યા હતા. અંબાલલે 1.90 લાખનો ચેક આપ્યો હતો. રૂપિયા પરત મંગાતા આરોપીએ ચેક આપ્યો તો જે બાઉન્સ થયો હતો. ત્યારબાદ બીજીવાર પણ ચેક નંખાતા તે પણ બાઉન્સ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...