ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

ચાલુનાંણાકીય વર્ષમાં મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે 828 કરોડની આવક થવાની શકયતા સામે જુલાઇ અંત સુધીમાં 306 કરોડના વેરા બીલ ઇશ્યુ કરીને મિલકતદારોને ઘરે વેરા બીલ પહોંચાડી પણ દેવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ સુધીમાં તમામ મિલકતદારોને વેરા બીલ પહોંચાડી દેવામાં આવનાર છે.

પાલિકામાં નોંધાયેલી 16 લાખ મિલકતોની સંખ્યામાં ચાલુ વર્ષે વધારો થવાની પણ શકયતા રહેલી છે તેના કારણે ચાલુ નાંણાકીય વર્ષમાં પાલિકાએ મિલકત વેરા પેટે 828 કરોડની વસુલાત થવાનો અંદાજ છે. જે વસુલાત કરવાની કામગીરી પાલિકાના વહીવટી તંત્રએ અત્યારથી શરૂ કરી દીધી છે. તેમાં પણ જુલાઇના અંત સુધીમાં 306 કરોડના મિલકત વેરાના બીલ લોકોના ઘરે પાલિકાએ પહોંચાડી દીધા છે. જ્યારે બાકીના મિલકતદારોના વેરા પણ આગામી 31 ઓગસ્ટ સુધીમાં પહોંચાડી દેવા માટેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જેથી પાલિકાએ તમામ મિલકતના વેરાના બીલ પહોંચાડી દેવામાં આવ્યા બાદ જે મિલકતદારો છેલ્લા કેટલાય વર્ષોથી વેરો ભરપાઇ કરતા નહીં હોય તેની સામે વસુલાત કરવાની ઝુંબેશ શરૂ કરશે. તેના કારણે ચાલુ વર્ષે પાલિકાએ નક્કી કરેલા મિલકત વેરાના લક્ષ્યાંકની આસપાસ પહોંચી શકાય.

બીયુ પરમીશનવાળી મિલકતની આકરણી કરાય છે કે કેમ તેની તપાસ કરવા માટે આદેશ અપાયા

એપ્રિલ2014થી માર્ચ 2015 સુધીના નાંણાકીય વર્ષમાં 150થી વધુ મિલકતોને બીયુ પરમીશન આપવામાં આવી છે. તમામ મિલકતદારોની આકરણી પાલિકાના રેકોર્ડ પર ચડાવવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવાના આદેશ પાલિકા કમિશનરે આપ્યા છે. ઉપરાંત આકરણી દફતરે ચડી હોય ત્યાર બાદ પણ વધારાનુ બાંધકામ કરવામાં આવ્યુ છે કે કેમ તેની પણ તપાસ કરીને આગામી થોડા દિવસોમાં તેનો રીપોર્ટ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...