• Gujarati News
  • કડોદરામાં બે બાઇક સવાર ટ્રક ચાલકની હત્યા કરી ફરાર

કડોદરામાં બે બાઇક સવાર ટ્રક ચાલકની હત્યા કરી ફરાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના કડોદરામાં હાઇવે પાસે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી એક ટ્રકના ડ્રાઈવરને મંગળવારે મળસકે પલ્સર ઉપર આવેલા બે અજાણ્યા યુવાનોએ ચપ્પુ વડે હુમલો કરી પેટ તેમજ પીઠના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને ફરાર થઈ ગયા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્ત ડ્રાવરનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ ઘટનામાં લૂંટના ઇરાદે થઇ હોવાની શક્યતાને આધારે પોલસે તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશની દિલ્હી ગોરખપુર ટ્રાન્સપોર્ટમાં ઘણા વર્ષોથી ટ્રક ચાલક તરીકે કામ કરતાં મંગલા પ્રસાદ જોગેશ્વર મીશ્રા (55) (રહે. બનકા શૈનિક ચૌરાહા, કાનપુર, યુપી)નાઓ ટ્રાન્સપોર્ટની ટ્રક નં (UP-78CN-5067)માં સામન ભરીને ડિલેવરી માટે અમદાવાદ આવ્યા હતાં. અને ત્યાર બાદ સુરત જિલ્લાનાં તાંતીથૈયા ખાતે આવેલ કેજરીવાલ મિલમાંથી યાર્ન ભરીને મૌઉનાથ મંજન (યુપી) ખાતે લઈ જવાનો હોવાથી મંગલા પ્રસાદને ટ્રક લઈને અમદાવાદથી કડોદરા ખાતે બોલાવ્યા હતાં.

જેથી મંગલા પ્રસાદ મીશ્રા તથા તેમનો ક્લીનર અવતાર વિરેન્દ્ર પાંડે સાથે 27મીની મોડી રાત્રિ દરમિયાન કડોદરાખાતે આવી પહોંચ્યા હતાં અને નેશનલ હાઈવે નં 8 ઉપર કડોદરા ગામની હદમાં શિવ શક્તિ કોમ્પલેક્સમાં આવેલ તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસન સામે સર્વિસ રોડ ઉપર ટ્રક પાર્ક કરીને ડ્રાઈવર અને ક્લીનર ટ્રકના કેબિનમાં સૂઈ ગયા હતાં. દરમિયાન મંગળવારના રોજ સવારે 5.15 કલાકે પલ્સર મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમોએ મોટરસાઈકલ ટ્રકની આગળ ઊભી રાખી ટ્રકનો દરવાજો ખોલાવ્યો હતો. અને પુછ્યું હતું કે ડ્રાઈવર કોણ છે.

એમ પુછતાં મંગલા પ્રસાદે પોતે ડ્રાઈવર હોવાનું જણાવતાં બે અજાણ્યા યુવાનોએ પોતાની પાસેના ચપ્પુ વડે મંગલ પ્રસાદના હાથ પેટ અને પીઠના ભાગે હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું. દરમિયાન ક્લીનર અવતાર પાંડે ત્યાંથી ભાગી છુટ્યો હતો. અને ત્યાંથી સીધો ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પહોંચી જઈ ડ્રાઈવર ઉપર હુમલો થયો હોવાની જાણ ટ્રાન્સપોર્ટમાં હાજર અન્ય વ્યક્તિઓને કરતાં મોટર સાઈકલ ઉપર આવેલા બંને વ્યક્તિઓ ભાગી છુટ્યા હતાં.

પાર્ક કરેલી ટ્રકની અંદર સુઇ રહ્યો હતો