• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતમાં પાટીદાર અનામતનો ઉકળતો ચરૂ, બેઠકોનો દોર શરૂ

સુરતમાં પાટીદાર અનામતનો ઉકળતો ચરૂ, બેઠકોનો દોર શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારસમાજના લોકોને અનામતનો લાભ મળે તે માટેની ચળવળે માત્ર ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સુરતમાં પણ જોર પકડ્યું છે.સુરત શહેરમાં વરાછા,કતારગામ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાના આગેવાનો તેમજ સંગઠનના નેતાઓએ લોક જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ ગામોના લોકોને એકત્ર કરીને મિટિંગોનો દોર શરૂ કર્યો છે.

ભાજપના આગેવાનો દ્વારા પાટીદારોનું આંદોલન વધારે વેગ પકડે નહીં તે માટે દબાણ લાવવાના પ્રયાસો કરવામાં અાવી રહ્યાં છે. પરંતુ સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ આંદોલનને રાજકીય નહીં પરંતુ સામાજિક આંદોલન ગણાવીને જોશભેર આગળ ધપાવવા મક્કમ છે. સૌરાષ્ટ્રના જેતપુર અને ગારિયાધાર તાલુકાના વિવિધ ગામોના લોકોએ છેલ્લા બે દિવસ દરમિયાન ગ્રુપ મિટિંગો યોજીને લોકજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં તેમને ધારી સફળતા મળી હતી. મીની બજાર સહિતના વિસ્તારોમાં યોજાયેલી મિટિંગોમાં આગેવાનોને આંદોલનમાં જોડવા માટે આગ્રહ સેવ્યો હતો.લોકોમાં જાગૃતિ લાવવા માટે આગામી દિવસોમાં કાર્યક્રમો યોજવામાં આવશે તેમ સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું.

સામાજિક આંદોલન ગણાવી આગળ ધપાવવા મક્કમ

અન્ય સમાચારો પણ છે...