75% જેટલી રફ નહીં ખરીદવા DTCની સાઇટ હોલ્ડરોને છૂટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકઅને મુંબઇના હીરા બજારમાં કારોબાર મંદ પડવા સાથે હીરાના વેપારીઓની હાલત કફોડી થઇ રહી છે. ડાયમંડ ટ્રેડ કંપની (ડીટીસી) દ્વારા ઓગસ્ટ મહિનાની સાઇટમાં તેના તમામ સાઇટ હોલ્ડરોને 75 ટકા રફ ડાયમંડની ખરીદી કરવી હોય તો છુટ આપી છે. જો કે, એવી શરત પણ રાખી છે કે ત્યાર બાદની સાઇટોમાં તેમણે રફની ખરીદી કરવાની રહેશે.

ડીટીસી દ્વારા તમામ સાઇટ હોલ્ડરોને જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટની સાઇટમાં તેમના દ્વારા જેટલી ઓછી ખરીદી કરવામાં આવી હશે અને તેમના એકાઉન્ટમાં જે રફ ખરીદી બાકી રહેતી હશે તે સ્ટોક તેમણે વર્ષ 2015ની 8, 9 અને 10મી સાઇટ જાહેર થાય ત્યારે અથવા તો વર્ષ 2016ની 1,2 અને 3 સાઇટ જાહેર થાય ત્યારે સરભર કરીને ખરીદવાની રહેશે. એટલે કે વર્ષ 2016ના અંત સુધીમાં સાઇટ હોલ્ડરોએ ઓગસ્ટમાં ખરીદેલા રફ ડાયમંડ ડીટીસી પાસેથી લેવા પડશે. સમગ્ર વિશ્વમાં હાલમાં તૈયાર હીરાના ભાવ મળતા નથી અને તેની સામે રફ ડાયમંડની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ડીટીસી દ્વારા આપવામાં આવેલી આટલી મોટી છુટ પાછળનું કારણ વૈશ્વિક બજારમાં તૈયાર હીરાની ખપતમાં સતત થઇ રહેલા ઘટાડો અને હીરા ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે.

} શું અસર થશે?

}સાઇટ હોલ્ડરોને કેશ લિક્વીડીટીની સમસ્યામાંથી હાલના સંજોગોમાં છુટ મળશે

} રફની આયાત ઓછી થવાથી બજારમાં તૈયાર હીરાનો સ્ટોક ક્લિયર થશે

} સાઇટ હોલ્ડરો પાસે અગાઉની રફનો જથ્થો છે તેનું કટીંગ પોલીશીંગ થઇ જશે

} તૈયાર હીરા અને રફ વચ્ચેનું બેલેન્સ જળવાતા સ્થાનિક બજારમાં સ્થિતિમાં સુધારો થશે

} વિદેશી બાયરોની ખરીદી વધવાની શક્યતા

હીરા ઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવાઈ

બજારની સ્થિતિમાં સુધારો જોવા મળશે

^ડીટીસીનોરફ ડાયમંડનો સપ્લાય ઓછો થવાથી હીરાના કારખાનાઓ પર હાલના તબક્કે ઉત્પાદનમાં ફરક પડશે નહીં. હાલમાં મોટા ભાગના તમામ હીરા ઉદ્યોગકારો પાસે રફ ડાયમંડનો સ્ટોક છે તેનું કટીંગ પોલીશીંગ કરીને વેચાણ કરી શકશે. ત્યાર બાદ નવી રફ આવશે ત્યારે જુનો સ્ટોક ક્લિયર થવાથી બજારમાં હકારાત્મક અસર જોવા મળશે.> દિનેશનાવડિયા, પ્રમુખડાયમંડ એસો.

અન્ય સમાચારો પણ છે...