• Gujarati News
  • ધગધગતા તાવથી ત્રસ્ત એવી બાળકી અને માતાને તગેડાયા

ધગધગતા તાવથી ત્રસ્ત એવી બાળકી અને માતાને તગેડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીસિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવી હોય તો હવે કોઇ ડોક્ટર કે અધિકારીઓની ભલામણ હોય તો સારવાર મળી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. એક વર્ષની બાળકીની તબિયત ખુબ ગંભીર હોવાથી તેને ઇમરજન્સીમાંથી એચ-4 વોર્ડમાં દાખલ કરવા માટે મોકલી હતી, પરંતુ જ્યારે બાળકીને લઈ તેની માતા વોર્ડમાં પહોંચી તો ફરજ પરના રેસિડન્ટ ડોક્ટરે તેમને હડધૂત કરી કાઢી મૂક્યા હતા. જો કે, બાબતે એડમિનિસ્ટ્રેશન ઓફિસર દિપ્તીબેનને જાણ કરાતા તેમણે વોર્ડમાં ફોન કર્યા બાદ બાળકીને સારવાર આપવામાં આવી હતી.

નવા ગામ ડિંડોલીમાં રામીપાર્કમાં વોચમેને તરીકે નોકરી કરતા રાજુ વાનખેડેની વર્ષીય પુત્રી પ્રતિમાને તાવ આવતો હોવાથી ત્રણ દિવસ પહેલા સિવિલમાં લઇ આવ્યા હતા, પરંતુ સિવિલના તબીબોએ બાળકીના રિપોર્ટ કર્યા પરંતુ કોઇ દવા આપવામાં આવી હતી અને ઘરે મોકલી દેવાઈ હતી.

મંગળવારે બાળકીની તબિયત વધુ લથડતાં તેની ખાનગી દવાખાનામાં તપાસ કરાવતા ડેંગ્યુનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, જેથી ત્યાંના તબીબે બાળકીને તાબડતોબ સિવિલમાં દાખલ કરવાની સલાહ આપી હતી, જેથી રાજુ વાનખેડેની પત્ની અંજલિબેન પ્રતિમાને લઇ ઇમરજન્સી વોર્ડમાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીની તપાસ કરતા ખુબ તાવ હતો. તેની હાલત ગંભીર જોઇ તરત એચ-4 (પિડિયાટ્રિક વિભાગ)માં મોકલી આપ્યા હતા. જો કે, વોર્ડમાં રહેલા રેસિડેન્ટ ડોક્ટરે બાળકી અને તેની માતાને કાઢી મૂક્યા અને કહ્યું કે તું ફરી આવી ગઇ, મારે તારું મોઢું પણ નથી જોવું, જેથી અંજલીબેન તેમની પુત્રી લઇ ફરી ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતાં.

▲હું તપાસ કરીને જણાવું છું

^સિવિલહોસ્પિટલમાં દરેક બાળકોને સારવાર આપવામાં આવે છે અને બાળકીને દાખલ કરવાની રેસિડેન્ટ ડોકટરે ના પાડી હોય તેવી કોઇ ફરિયાદ મારી પાસે નથી આવી તેમ છતાં તપાસ કરીને હું જણાવું છું.’> વિજયશાહ, એચઓડી,પિડિયાટ્રિક, સિવિલ હોસ્પિટલ

એડ. ઓફિસરે કહેતા દાખલ કરાઈ

સિવિલમાં માનવતા મરણ પથારીએ!