શહેરની અડધી શાળાઓ રજાની અવઢવમાં રહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના11મા રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે નિધન થયું હતું. જેથી સમગ્ર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો, તેની સાથે સોશિયલ મીડિયા પર શાળા કોલેજો બંધ હોવાના મેસેજ ફરી રહ્યા હતા, પરંતુ સુરત ડીઇઓએ રાત સુધી કોઇ જાહેરાત કરતાં શહેરની ઘણી શાળાઓ જાહેર રજાની અવઢવમાં રહી હતી, જેમાં કેટલીક શાળામાં વહેલી સવારે પહોંચેલા વિદ્યાર્થીઓને રજા અાપી દેવામાં આવી હતી. જ્યારે પ્રેસિડેન્સી, લુડ્સ કોન્વેન્ટની પ્રિ પ્રાયમરી વિભાગને રજા આપી દેવામાં આવી હતી. ઘણી શાળાઓના રિક્ષ-વાનચાલકો આવતા વાલીઓ વિદ્યાર્થીઓને મૂકવા માટે શાળાએ પહોંચી ગયા હતા પરંતુ ત્યાંથી તેમણે ઘક્કો ખાઇ પરત આવવું પડ્યું હતું. આમ ડીઇઓએ સ્પષ્ટતા કરતા વિદ્યાર્થી-વાલીઓ હેરાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...