તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ ખાતે 33 ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક

સુરત |અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ ખાતે 33 ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ ખાતે 33 ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળનું 27મું શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું. અધિવેશનમાં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. અધિવેશનમાં હાજર ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે રાજયમાં ચિત્રકામ, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની કમી હોવાથી વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવી શકતી નથી. સંજોગોમાં ટુંક સમયમાં ત્રણેય વિષયોના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત શિક્ષકોની માંગણીઓ જેવી કે 30 સપ્ટેમ્બર સુધીમાં જે શિક્ષણ સહાયકોએ સીસીસીની પરીક્ષા પાસ કરી હોય તેમને પુરા પગારમાં મુકવા, ધો.9થી 12ના સળંગ એકમમાં વર્ગદીઠ 2 શિક્ષકોના ફાળવવા સરકાર દ્વારા કરાયેલા પરીપત્રનો અમલ કરવામાં આવે, શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરીને ઉચ્ચતર પગાર ધોરણમાં સમાવી લેવા, મહિલા કર્મચારીને 135ના બદલે 180 રજા આપવી, સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો.

ચિત્રકામ, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...