તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1લી ડિસેમ્બરથી રિક્ષાચાલકોને પણ ટેસ્ટ ડ્રાઇવ આપવી પડશે

1લી ડિસેમ્બરથી રિક્ષાચાલકોને પણ ટેસ્ટ ડ્રાઇવ આપવી પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઆડેધડ રિક્ષા ચલાવનારને લાઇસન્સ મેળવવું હવે અઘરું બનશે. આરટીઓમાંથી અત્યાર સુધી ટેસ્ટ ડ્રાઈવ વગર લાઇસન્સ મેળવતા રિક્ષા ચાલકોને હવે 1લી ડિસેમ્બરથી ફરજિયાત ટેસ્ટ ડ્રાઈવ આપવી પડશે. જો ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થાય તો આરટીઓ તેમણે લાઇસન્સ આપશે.

શહેરમાં અત્યાર સુધી રિક્ષા ચાલકોને લાઇસન્સ સરળતાથી મળી જતું હતું. રિક્ષા ચાલકો કોમ્પ્યુટરરાઈઝ ટેસ્ટ પાસ કર્યા પછી લાઇસન્સ મેળવવા માટે આવતા હતા. જ્યાં ઇન્સપેક્ટર દ્વારા તેમણે રિક્ષા માટેનું લાઇસન્સ આપી દેવામાં આવતુ હતું. જેમાં થ્રી વ્હિલર ટેમ્પો, ઓટો રિક્ષા ચાલકો રીતે લાઇસન્સ મેળવતા હોવાથી શહેરમાં આડેધડ વાહન ચલાવી ટ્રાફિક જામ કરતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા હવે નવું પરીપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ અન્ય વાહન ચાલકોને જેમ ઓટો રિક્ષા અને ટેમ્પો ચાલકોને પણ ઓનલાઈન એપોઈમેન્ટ લઈને ટેસ્ટ ડ્રાઈવ આપવા આવવું પડશે. જો ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થાય તો તેમણે લાઇસન્સ પણ આપવામાં આવશે.

લાઇસન્સ વગરના ટેમ્પો-રિક્ષાચાલકોની સંખ્યા ઘટશે

અત્યારનીવ્યવસ્થા મુજબ રિક્ષા અને ટેમ્પો ચાલકોને ટેસ્ટ ડ્રાઈવ વગર લાઇસન્સ મળી જાય છે. પરંતુ નવી વ્યવસ્થા મુજબ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટ ડ્રાઈવ આપવી પડશે. ટેસ્ટ ડ્રાઈવને કારણે મોટા ભાગના રિક્ષા ચાલકો ફેલ થવાથી લાઇસન્સ આપવામાં આવશે નહીં. અને લાઇસન્સ વગર રિક્ષા ચલાવનારની સંખ્યામાં પણ ઘટાડો થશે. સાથે પરફેક્ટ ડ્રાઈવ કરનાર ચાલકોને લાઇસન્સ મળશે. જેથી રસ્તા પર આડેધડ રિક્ષા ચલાવનારાઓ પર બ્રેક લાગશે.

લાઇસન્સ મેળવવા માટે અન્ય વાહનચાલકોની જેમ ઓનલાઇન અપોઇમેન્ટ મેળવી RTO પર જવાનું રહેશે

અન્ય સમાચારો પણ છે...