વિચારગોષ્ઠીમાં કવિતા રજૂ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિચારગોષ્ઠીમાં કવિતા રજૂ કરાઇ

આયખાને મરણ કરી લીધું, મેં મારું હરણ કરી લીધું.

આદરી શોધ મારી તારા માં કેમ તે આવરણ કરી લીધું.

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ, પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

જ્યાં પ્રતિક્ષાઓ દ્વાર ખખડાવે, અટકળે અવતરણ કરી લીધું.

હું પણાએ તો હદ કરી નાખી, દુખ તણું મેં સંસ્કરણ કરી લીધું

ફૂલ અને મહેકની લડાઇએ ગમતીલું આક્રમણ કરી લીધું.

મહેકથી મસ્ત ગાતા ઝરણાએ, પૃથ્વી પર અવતરણ કરી લીધું..

જ્યારથી પ્રેમની લિપી ભૂંસી, ત્યારથી મન અભણ કરી લીધું.

પુત્ર છું હું વસંતનો દિલીપ, ઘાસનું લીલું રણ કરી લીધું..

.......................

}ગઝલઓ આવડી જાય છે. નાળથી જે કપાઈ લડી જાય છે ;

શ્વાસ લેતા પછી આવડી જાય છે . સાથ તું હોય છે એટલે પવન ;

ભીંતની પીઠને થાબડી જાય છે . બાળપણ જાળવી ના શકાયું કદી ;

બહાર ખોવાય ભીતર જડી જાય છે. લક્ષ્મી દ્વારે ઉભી, મોં ધોવા જતાં ;

કાળની શુભ મંગળ ઘડી જાય છે. ફૂલ ઝાકળ સરીખો અનુબંધ છે ;

કે મળો ત્યાં તો છુટા પડી જાય છે .

સુરત | સુરતીઓગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા રહે અને મનગમતા કવિઓની રચના માણી શકે માટે વિચારગોષ્ઠી સંસ્થા દ્વારા દર મહિને સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જે અંતર્ગત વખતે દિલીપ ઘાસવાલા અને રીટા મેકવાને કવિતાની જુગલબંદી કરી હતી. સાથે શ્રોતાઓને ‘સારો માણસ’ નામની વાર્તા કહી હતી.

વિચારગોષ્ઠી કાર્યક્રમમાં ગઝલ અને કવિતાઓની જુગલબંદી થઇ

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ, પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું

અન્ય સમાચારો પણ છે...