વલસાડમાં જૈનમુનિનું ભવ્ય આગમન થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડવિશા ઓસવાળ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ,વલસાડ ખાતે રવિવારે આચાર્ય ભગવંત પ્રકાશચંદ્રજીનો પ્રવેશ થયો હતો.તેમના સામૈયા માટે મોટી સંખ્યામાં જૈન પરિવારજનો જોડાયા હતા.

અજરામર સંપ્રદાયમાં દીક્ષાનો પ્રસંગ આગામી 17 અને 18 ફેબ્રુ.ના રોજ શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર છે. પ્રસંગે સંપ્રદાયના વડા આચાર્ય પ્રકાશચંદ્રજી મુંબઈથી વિહાર કરી વલસાડ ખાતે રવિવારે સવારે આવી પહોંચ્યા હતા. વલસાડ જૈન સમાજ દ્વારા ડીએસપી ઓફિસ પાસે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી સંગીતના સૂરતાલ અને જય જયકારના ઘોષ સાથે તેમણે તિથલરોડ સ્થિત ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...