• Gujarati News
  • લઘુમતિ વિદ્યાર્થીઓને હવે પ્રિ મેટ્રીક સ્કોલરશિપ માટે ધક્કા નહી ખાવા પડે

લઘુમતિ વિદ્યાર્થીઓને હવે પ્રિ મેટ્રીક સ્કોલરશિપ માટે ધક્કા નહી ખાવા પડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લધુમતિસમાજના વિદ્યાર્થીઓને પ્રિ મેટ્રીક સ્કોલરશિપ માટે સામાજિક ન્યાન અને અધિકારીતા વિભાગ સક્ષમ અધિકારી દ્વારા અપાયેલા આવકના દાખલા રજૂ કરવા ફરજિયાત હતા.આ આવકના દાખલા મેળવવા માટે લોકોને પડતી મુશ્કેલીની રજૂઆત કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ દ્વારા લધુમતિના વિદ્યાર્થીઓને કલેક્ટર, ડીડીઓ, સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના દ્વારા આપવામાં આવતા આવકના દાખલા માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે.

લઘુમતિ વિદ્યાર્થીઓ જેમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌધ્ધ, જૈન અને પારસી સમાજના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને પ્રિ મેટ્રીક સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે.આ સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થી દ્વારા સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારી દ્વારા પ્રમાણિત આવકના દાખલા રજૂ કરવા ફરજિયાત હતા.આવકનો દાખલો મેળવવા માટે વિદ્યાર્થી અને તેના વાલીઓને ખુબ મુશ્કેલી પડતી હતી તેમજ ખર્ચ પણ થતો હતો. વાલીઓ દ્વારા પડતી મુશ્કેલી શાસનાધિકારીને કરતા સમિતિ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.જેના આધારે ગુરૂવારના રોજ વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અન્ય અધિકારી દ્વારા આપવામાં આવતા આવકના દાખલા પણ માન્ય રહેશે.

લોકોની ફરિયાદના આધારે નિર્ણય લેવાયો

^સામાન્ય અને ગરીબ ઘરના વિદ્યાર્થી સ્કોલરશિપ મેળવવા માટે જરૂરી દાખલો મેળવવા માટે તેના પિતા સાથે બે દિવસ કચેરીના ધક્કા ખાઇ ત્યારે દાખલો મેળવી શકતા ઉપરાંત તેના માટે કરવો પડતો ખર્ચ તો અલગ જ, લોકોની ફરિયાદને અમે રજૂઆત કરતા અન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવતા આવકના દાખલા માન્ય રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. > હિતેષમાખેચા, શાસનાધિકારી,નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ