• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાણાંની લેતીદેતીમાં વીવરે વેપારીને ઉઠાવી રૂમમાં ગોંધી દીધો

નાણાંની લેતીદેતીમાં વીવરે વેપારીને ઉઠાવી રૂમમાં ગોંધી દીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરનાઉમરવાડાની દાદુ માર્કેટમાં મહારાષ્ટ્રના નદુંરબારનો વેપારી નામે ગોપાલ બૈરાગી કાપડની ખરીદી કરવા આવ્યો હતો. વાતની જાણ 4 વિવર્સને થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. થોડા વખત પહેલા વિવર્સ પાસેથી વેપારીએ 50 લાખથી વધુનો કાપડનો માલ લઈને નાણાની ચુકવણી કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલા વિવર્સે શુકવારે તેને ઉમરવાડાની માર્કેટ પાસેથી કારમાં બેસાડીને મોટા વરાછા એક મકાનમાં ગૌધી રાખ્યો હતો. જ્યાં તેને ઢોર માર મારીને હત્યાની ધમકી આપી બીજા દિવસે છોડી મુકયો હતો. વેપારીએ અંગે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે જીતુ, કિરણ, પ્રવિણ, અને પિયુશ નામના વિવર્સ સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...