ભેસ્તાનમાં દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેસ્તાનમાંથીક્રાઈમબ્રાંચે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમબ્રાંચે તેની ધરપકડ કરી તેને પાંડેસરા પોલીસના હવાલે કર્યો હતો.

ક્રાઈમબ્રાંચને ભેસ્તાન બુરહાની કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસેથી એક કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી ત્યાથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતા અનિલ ઉર્ફે લકી ઉર્ફે અનીલ મરાઠી અશોકભાઈ સપકાડે(રહે.યોગેશ્વર કોમ્પલેક્ષ, સચીન પારડી)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા રૂ.60 હજારની કીમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ક્રાઈમબ્રાંચે દારૂનો જથ્થો અને કાર સહીત કુલ રૂ.2.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી અને તેને પાડેસરા પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...