14મીએ ‘લવ યુ વેલેન્ટાઈન’ પર કાર્યક્રમ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાર્વજનિકએજ્યુકેશન સોસાયટી અને હરિરામ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 14 ફેબ્રુઆરી,મંગળવારે સાંજે 4 વાગ્યે સ્કેટ કોલેજના એમ્ફી થિએટરમાં ‘લવ યુ વેલેન્ટાઈન‘ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના કવિ અને સાઇકોલોજીસ્ટ ડો. મુકુલ ચોકસી દ્વારા વોટ્સ અપ અને ફેસબુક પર ક્યારેય પણ પ્રદર્શિત થઈ હોય તેવી સ્વરચિત પ્રેમની કવિતાઓ સંભળાવશે. સાથે કોઈ વિદ્યાર્થીઓ તેમના મનગમતા પાત્ર વિશે કવિતાઓ લખાવવા ઈચ્છતા હશે તો તેઓ પ્રેમના જુદા-જુદા ભાવ જેવા કે વિરહ, આમંત્રણ, લાગણીને સાંકળી લેતી કવિતાઓ પણ લખી આપશે. સાથે કવિતાઓ કેવી રીતે લખવી વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપશે.
અન્ય સમાચારો પણ છે...