City Event

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ફરન્સમાં સફળ પેરેન્ટીંગ વિશે ડોક્ટર્સે વાત કરી


રોગોવિશે પ્રવર્તતી ગેર માન્યતાઓ વિશે જાગૃતિ આવે માટે સાર્વજનિકએજ્યુકેશન સોસાયટી, રોટરી ક્લબ ઓફ સુરત, રોટરી ક્લબ ઓફ સુરત રીવરસાઈડ, રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ગેલેક્સી દ્વારા “બાળરોગ” વિષય પર મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.પી.બી. કોલેજ કેમ્પસમાં યોજવામાં આવેલી મેડિકલ કોન્ફરન્સમાં ‘તાવ (ફીવર) - ગેરમાન્યતાઓ અને હકીકતો’ વિષય પર ડૉ. અશોક કાપસે, ‘સફળ પેરેન્ટિંગની સફળ ચાવીઓ’ વિષય પર ડૉ. સલિમ હિરાણી, ‘રસીકરણ - ગેરમાન્યતાઓ અને હકીકતો’ વિષય પર ડૉ. કમલેશ પારેખ અને ‘માય ચાઈલ્ડ ઇઝ નોટ ગોઇન્ગ વેલ’ વિષય પર ડૉ. દર્શન ચૌહાણ વાત કરી હતી. સાથે ડો.પ્રશાંત કારિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મેડિકલ કોન્ફરન્સમાં બાળકેન તાવ આવે ત્યારે શું ઉપચાર કરવા જોઇએ તેમજ નવજાત શિશુને કેવી ગેરમાન્યતાઓથી દૂર રાખવું જોઇએ તેવા વિષયો પર શ્રોતાઓને જાણકારી આપવામાં આવી હતી. સાથે પ્રશ્નોતરી સેશનનું પણ આયોજન થયું હતું.
અન્ય સમાચારો પણ છે...