તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવકસંઘના તત્વાધાનમાં ઉધના ઝોનના ઠાકુર પાર્કમાં

સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવકસંઘના તત્વાધાનમાં ઉધના ઝોનના ઠાકુર પાર્કમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવકસંઘના તત્વાધાનમાં ઉધના ઝોનના ઠાકુર પાર્કમાં ધર્મસભા સંબોધતા રૂપમુનિએ કહ્યું કે ભગવાનની વાણી અંતિમ દેશના છે. ભગવાન મહાવીર કોઈની પણ લાગણી દુભાઈ એવી વાત કરતા હતા. ભગવાન મહાવીરે પણ જીવનના અંતિમ બે દિવસમાં સંથારો ગ્રહણ કર્યો હતો. સંતે કહ્યું હતું કે કબજા ભલે આત્માનો હોય કે ઘરનો સુરક્ષાની દ્રષ્ટીએ બન્ને મહત્વના છે. જ્યારે તમે ઉદ્યોગપતિ, વ્યાપારી છો. તમે નબળા નથી. જૈન સમાજનો વ્યક્તિ વિવેકવાન હોય છે અને જ્ઞાનથી ધન મેળવવાની જુની આદત આજે પણ છે. મુનિએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રેમ અને મોહ આંધળા હોય છે. એના કારણથી સમાજ અને કુુંટુંબમાં વિખવાદ ઉભા થાય છે. જ્યારે પ્રેમની પરાકાષ્ઠા આ‌વે ત્યારે આંતરજ્ઞાતિય લગ્ન તરફ વળે છે. આની સામે જાગૃત થવાની તાતી જરૂરિયા હાલ ઉભી થઈ રહી છે.

પ્રેમ અને મોહ આંધળો હોય છે : રૂપમુનિજી

અન્ય સમાચારો પણ છે...