તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહંતસ્વામીના હસ્તે સ્વામીનારાયણ નગરનું ઉદ્ધાટન

મહંતસ્વામીના હસ્તે સ્વામીનારાયણ નગરનું ઉદ્ધાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેદાંડીરોડ ખાતે 400 એકરમાં બનેલ વિશાળ સ્વામિનારાયણ નગરનું પૂજ્ય મહંતસ્વામી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે અંદાજે 40 હજાર જેટલા હરિભક્તો જોડાયા હતા. રવિવારે રાત્રે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો જેમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, પૂજ્ય મહંતસ્વામી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, મંત્રી આત્મારામ પટેલ અને નાનુભાઇ વાનાણી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. અને વેદોક્ત વિધિ અનુસાર સ્વામિનારાયણ નગરનું ઉદ્ધાટન થયું હતું. પ્રસંગે પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે, સૌના સાથ,સહકાર,સંપ અને એકતાથી સર્વે કાર્ય સિદ્ધ થાય છે. વાતને જીવનમંત્ર બનાવી પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઇના હૃદય જીતી લીધા હતા. તેઓ કોઇ ધર્મ સંપ્રદાયના વડા હતા પરંતુ વૈશ્વિક ગુરુ હતા. પ્રમુખસ્વામી મહારાજે જે દાસ થઇને રહ્યા હતા તેમ આપણે સૌ વર્તીએ તો તમામ સમસ્યા હલ થઇ જાય. યોગાનુયોગ 48 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે, તા.27-11-1968ના રોજ પ્રમુખસ્વામી મહારાજની 48મી જન્મજયંતિ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની નિશ્રામાં ઉજવાઇ હતી. તેમ પૂજ્ય મહંતસ્વામીએ જાતે તૈયાર કરેલા કલાત્મક હાલ પ્રમુખસ્વામી મહારાજને યોગીજી મહારાજે પહેરાવી પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી કારઇ હતી. તા.27 નવેમ્બર એટલે આજના દિવસે પ્રમુખસ્વામી મહારાજના 96માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે 11 દિવસ ચાલનારા ઉત્સવનું ઉદ્ધાટન થયું છે. સ્વામિનારાયણનગરમાં જીવન ઉત્કર્ષ માટે વિવિધ પ્રેરણા પૂરી પાડતાં પ્રદર્શનો લોકોના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવશે. પ્રસંગે નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ નગરમાં આવનાર તમામ મુલાકાતીઓ સ્વચ્છતાના પાઠ શીખશે. પ્રસંગે નીતિન પટેલે સંતો અને સ્વયંસેવકોને બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા.

અહિ આવનાર તમામ મુલાકાતીઓ સ્વચ્છતાના પાઠ શીખશે: નીતિન પટેલ

અન્ય સમાચારો પણ છે...