મુંબઇની CA કિંજલ અને ફોરમની ભવ્ય દીક્ષા યોજાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંદાદી પૌત્રીની ઐતિહાસિક પૂર્ણ કરાવ્યા બાદ મહારાષ્ટ્રમાં ચાતુર્માસ પૂર્ણ કરનાર પૂજ્ય યશોવર્મસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં મુંબઇ શહેરમાં રવિવારે કુમારી કિંજલ અને કુમારી ફોરમની ભાગવતી પ્રવ્રજ્યા(દીક્ષા)થઇ હતી જેમા સુરતથી પણ હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. દીક્ષા લેનાર કિંજલ અને ફોરમ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમણે સંસારનો ત્યાગ કર્યો જેથી તેમની વધાવવા માટે સ્થાનીક લોકો તેમજ રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચાર જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો પણ જોડાયા હતા.

કુમારી કિંજલનું સંયમ જીવનનું નામ સાધ્વીશ્રી વીરવૈરાગ્ય માલાશ્રીજી તેમજ કુમારી ફોરમનું સંયમ જીવનનું નામ સા‌ધ્વીશ્રી વીરવૈભવમાલાશ્રીજી રાખવામાં આવ્યું હતું. ઓઘો અર્પણ થતાંની સાતે ખુશીથી બંને ઝુમી ઉઠી હતી. દીક્ષા મહોત્સવની સાથે ભાયંદરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ વિવિધ જૈનાચાર્યોની નિશ્રામાં યોજાયો હતો.

સુરતથી મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા દીક્ષા મહોત્સવ અર્થે મુંબઈ પહોચ્યા

અન્ય સમાચારો પણ છે...