તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રત્નત્રયી ઉત્સવ સાત્વિકતાથી ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીશાંતિ કનક સંઘ દ્વારા શહેરમાં ઐતિહાસિક રત્નત્રયી મહોત્સવના ત્રીજા દિવસે લઘુસિદ્ધચક્ર તેમજ લઘુવીશસ્થાપન પુજન થયું હતું જેમા વિવિધ ચડાવાઓ પણ બોલાયા હતા.

બે વર્ષ અગાઉ થયેલી ઐતિહાસિક 45 દીક્ષા મહોત્સવમાં જે રીતે ભવ્યતાથી ઉજવાયો હતો તેના સ્થાને વખતના રત્નત્રયી મહોત્સવમાં વર્તમાન પરિસ્થિતિને જોતાં સાત્વિકતાથી ઉત્સવ ઉજવાય તે પ્રમાણેનું આયોજન સંઘ દ્વારા કરાઇ રહ્યું છે. અંગે ઉત્સવના કન્વીનર સીએ રવિન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, રત્નત્રયી મહોત્સવની તમામ તૈયારીઓ 6 મહિના પહેલા કરી દેવામાં આવી હતી અને તમામ ખર્ચાઓ માત્ર ચેક અને ઓનલાઇન દ્વારા કરવામાં આવી રહ્યા છે જેથી વર્તમાનમાં કાર્યક્રમની જે રૂપરેખા ઘડવામાં આવી છે તે મુજબ કાર્યક્રમ કરવામાં આવશે. પણ કેટલાક જે સવિશેષ રૂપે આયોજિત કરાયેલા કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે પણ તેનાથી કાર્યક્રમની ભવ્યતા પર કોઇ અસર દેખાશે નહીં કેમકે સંઘ,જૈનસમાજ અને દીક્ષાર્થીઓનો ઉત્સાહ ખુબ ચરમ સીમાએ છે.

દીક્ષાઅંગે જૈનાચાર્યે માર્ગદર્શન આપ્યું | યોગતિલકસૂરિશ્વરજી દીક્ષા અંગે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિને ક્યારેય જબરદસ્તી દીક્ષા આપવામાં આ‌વતી નથી. આના માટે 6 મહિનાથી માંડીને 2 વર્ષ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટલાક કિસ્સા એવા પણ બન્યા છેકે, તેમા 8 વર્ષ સુધી ટ્રેનિંગ આપ્યા બાદ દીક્ષા લઇ સંયમના માર્ગે આગળ વધ્યા છે. બાળક,યુવાન કે વડીલ લોકોને માત્ર લાયકાત મુજબ દીક્ષા આપવામાં આવે છે. વ્યક્તિમા જ્યારે જીવન સંસારની મોહમાયાના ત્યાગની ભાવના દેખાય અને કરી શકવામાં સક્ષમ હોય તો દીક્ષા અપાય છે અને જૈનધર્મનો ફોર્સથી એક નાનો નિયમ પણ નથી પડવી શકાતો ત્યારે દીક્ષા તો બહુ મોટી વાત છે.

મહોત્સવના ખર્ચના પેમેન્ટ માત્ર ચેકથી અથવા ઓનલાઈન કરાયા છે

બાળક,યુવાન કે વડીલને લાયકાત પ્રમાણે દીક્ષા આપવામાં આવે છે: યોગતિલકસૂરિજી

આજે 14 સ્વપ્નોનું અવતરણ થશે

રત્નત્રયીમહોત્સવ અંતર્ગથ સોમવારે ચોથા દિવસે માતા-પિતા અને ઇન્દ્ર-ઇન્દ્રાણિ સ્થાપના તેમજ ચ્યવનકલ્યાણક વિધાન યોજવામાં આવશે જેની સાથે સવારે ચૌદ સ્વપ્નનું અવતરણ થશે જેા ઇન્દ્રાસન કંપન, ઇન્દ્રનો કોપ અને ચિંતન, શક્રસ્તવ દ્વારા ભક્તિ, સ્વપ્નપાઠકોને નિમંત્રણ અને સ્વપ્નફળ વર્ણન કરાશે.

અન્ય સમાચારો પણ છે...