તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અકાઉન્ટન્ટ પાસેથી ~ 18 લાખ પડાવનાર પિતા પુત્રની ધરપકડ

અકાઉન્ટન્ટ પાસેથી ~ 18 લાખ પડાવનાર પિતા-પુત્રની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરકેનાલ રોડ પર એકાઉન્ટન્ટ પાસેથી 18 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં અમરોલી પોલીસે શનિવારે પિતા-પુત્રની ધરપકડ કરી છે. પહેલા એક દંપતીની ધરપકડ કરી હતી.

પાલનપુર કેનાલ રોડ પર રહેતા આશીષકુમાર મહેશભાઇ આચાર્ય એકાઉન્ટન્ટ પાસેથી આરોપી કાજલ લાભુ પાલડિયા, ભાવના લાભુ પાલડિયા,અજય લાભુ પાલડિયા અને લાભુ પાલડિયાએ નવેમ્બર 2015માં 18 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ચારેય આરોપીઓએ આશીષકુમારને જણાવ્યું હતું કે તેઓએ સવજી ગોવિંદ પટેલ અને જયશ્રી સવજી પાસેથી મકાન લેવાનું નક્કી કર્યું છે. તેના માટે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન મંજૂર થશે ત્યાર બાદ તેમને રૂપિયા આપી દેવામાં આવશે. આશીષકુમારને વિશ્વાસ થાય તે માટે આરોપીઓએે ભેગા મળીને સવજી પટેલના મકાનનો જુનો દસ્તાવેજ આપીને ઓરીજનલ સાટા ખત કરી લીધું હતું.

ત્યાર બાદ આરોપીઓએ સવજી પાસેથી વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો પરંતુ આશિષકુમારને 18 લાખ રૂપિયા આપ્યા નહતા.આખરે આશીષકુમારે કાજલ, ભાવના, અજય, લાભુ, સવજી અને જયશ્રી વિરુદ્ધ 28 ઓક્ટોબરના રોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અમરોલી પોલીસે ગુનામાં શનિવારે આરોપી પિતા-પુત્ર લાભુ રવજી પાલડિયા અને અજય લાભુ પાલડિયા( બંને રહે. સૃષ્ટી રો હાઉસ,અમરોલી સાયણ રોડ,મુળ રહે. પાટી ગામ, બોટાદ)ની ધરપકડ કરી હતી. પહેલા અમરોલી પોલીસે આરોપીઓ સવજી અને જયશ્રી પટેલની ધરપકડ કરી હતી.

એક વર્ષ પહેલાં લોનના બહાને ઠગાઇ આચરી હતી

અન્ય સમાચારો પણ છે...